IND vs NZ / ભારતીય ટીમે જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે ન્યુઝીલેન્ડની ટીમ; ભારતની પ્લેઈંગ ઈલેવનમાં થયા 2 ફેરફાર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20I સિરીઝ ચાલી રહી છે. જેમાં 3 મેચ રમાઈ ગઈ છે અને ભારતીય ટીમ આ સિરીઝમાં 3-0થી અજેય લીડ ધરાવે છે. આજે ઓકલેન્ડના ઈડન પાર્કમાં ચોથી મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશીને બદલે ઈશાન કિશનની વાપસી થઈ છે. જ્યારે ભુવનેશ્વર કુમારની જગ્યાએ મયંક યાદવને સ્થાન આપવામાં આવ્યું છે.
જ્યારે ન્યુઝીલેન્ડ પોતાનું સન્માન બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ભારતીય ટીમ હાર માનવાના મૂડમાં નથી. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ટીમ કિવીઝને તેના જ મેદાનમાં 5-0થી હરાવવાનું લક્ષ્ય ધરાવે છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, મયંક યાદવ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.
ન્યુઝીલેન્ડ: ફિન એલન, ટિમ સાઈફર્ટ (વિકેટકીપર), ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકોબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), એડમ મિલ્ને, જેકબ ડફી, મેટ ફિશર, નાથન સ્મિથ.







