Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India's probable playing eleven for 3rd ODI against New Zealand

IND vs NZ / અર્શદીપ-બદોની અંદર, આ 2 ખેલાડીઓ બહાર; ઈન્દોર ODIમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન

Timeછેલ્લું અપડેટ : 18 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / અર્શદીપ-બદોની અંદર, આ 2 ખેલાડીઓ બહાર; ઈન્દોર ODIમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન
સોર્સ : GSTV

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચ આજે(18 જાન્યુઆરી) ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ODI સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. તેથી, જે પણ ટીમ આ મેચ જીતશે તે સિરીઝ જીતશે. સિરીઝની પહેલી મેચ વડોદરામાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 4 વિકેટથી જીત મેળવી હતી. આ પછી કિવી ટીમે રાજકોટમાં રમાયેલી મેચ 7 વિકેટથી જીતી હતી.

App Store

ફેન્સની નજર ઈન્દોર ODI માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન પર છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરી શકે છે. રાજકોટ ODIમાં ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. તે બેટિંગ કે બોલિંગમાં નોંધપાત્ર યોગદાન આપવામાં નિષ્ફળ ગયો હતો. આવી સ્થિતિમાં તેને ત્રીજી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકાય છે. દિલ્હીનો યુવા બેટ્સમેન અને સ્પિન ઓલરાઉન્ડર આયુષ બદોની નીતિશની જગ્યાએ આવે તેવી શક્યતા છે. ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરના સ્થાને બદોનીને ભારતીય ટીમમાં ઉમેરવામાં આવ્યો હતો.

લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પણ ઈન્દોર ODIમાં તક મળે તેવી શક્યતા છે. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હોવા છતાં તેને પ્રથમ બે ODIમાં નહતો રમાડવામાં આવ્યો. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પહેલી બે મેચમાં વિકેટ લીધી હતી, પરંતુ ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને રન બનાવતા નહતો રોકી શક્યો. તેથી ટીમ મેનેજમેન્ટ પ્રસિદ્ધને નિર્ણાયક મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકે છે.

વિરાટ અને રોહિત પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષાઓ

ભારતીય ટીમના બેટિંગ યુનિટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી છે. કેપ્ટન શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, વાઈસ-કેપ્ટન શ્રેયસ અય્યર અને વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં સુરક્ષિત માનવામાં આવે છે. સ્પિનર ​​કુલદીપ યાદવનું સ્થાન પણ નિશ્ચિત છે. ટીમ નિર્ણાયક મેચમાં કાનપુરના આ સ્ટાર બોલર પાસેથી મેચ વિનિંગ પ્રદર્શનની આશા રાખશે. ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ તક મળે તેવી શક્યતા છે. હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલિંગ યુનિટમાં પોતાની લય જાળવી રાખવા માંગશે.

બીજી તરફ ન્યુઝીલેન્ડ તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા નથી. સ્પિનર ​​જેડન લેનોક્સે તેની ડેબ્યુ મેચમાં ખૂબ પ્રભાવિત કર્યા હતા, જેના કારણે તેનું સ્થાન નિશ્ચિત છે. ડેરિલ મિચેલ અને વિલ યંગ ફોર્મમાં છે. આ બે બેટ્સમેન ફરી એકવાર ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેમની વિકેટો મહત્ત્વપૂર્ણ રહેશે.

ત્રીજી ODI માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), આયુષ બદોની, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.

ત્રીજી ODI માટે ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), મિચેલ હે (વિકેટકીપર), ઝકારી ફાઉલકેસ, કાઈલ જેમીસન, ક્રિસ્ટિયન ક્લાર્ક અને જેડન લેનોક્સ.

ODI સિરીઝ માટે બંને ટીમોની સ્કવોડ

ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), આયુષ બદોની, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ.

ન્યુઝીલેન્ડ: ડેવોન કોનવે, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ઝકારી ફાઉલકેસ, નિક કેલી, જોશ ક્લાર્કસન, માઈકલ રે, કાઈલ જેમીસન, મિચેલ હે (વિકેટકીપર), આદિત્ય અશોક, ક્રિસ્ટિયન ક્લાર્ક અને જેડન લેનોક્સ.