Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : How is Team India's ODI record in Indore's holkar stadium

IND vs NZ / ઈન્દોરમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો ODI રેકોર્ડ? અહીં કોની સામે રમી હતી છેલ્લી વનડે?

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / ઈન્દોરમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો ODI રેકોર્ડ? અહીં કોની સામે રમી હતી છેલ્લી વનડે?
સોર્સ : GSTV

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ 18 જાન્યુઆરી, રવિવારના રોજ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાશે. વિરાટ કોહલી ઉત્તમ ફોર્મમાં છે. ભલે પાછલી ODIમાં તેનું બેટ અપેક્ષા મુજબ ન ચાલ્યું હોય, પરંતુ એવી આશા રાખવામાં આવે છે કે તે નિર્ણાયક મેચમાં સારું પ્રદર્શન કરશે. રોહિત શર્મા પાસેથી પણ અપેક્ષાઓ વધારે છે, જેણે 2023માં આ જ મેદાન પર ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારી હતી.

App Store

ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે પહેલી ODI 20 વર્ષ પહેલા 2006માં રમાઈ હતી, જેમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ પછી ઈન્દોરે 6 ODI મેચની યજમાની છે, જેમાં ન્યુઝીલેન્ડ સામેની એક ODIનો પણ સમાવેશ થાય છે.

ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાનો ODI રેકોર્ડ શું છે?

હોલ્કર સ્ટેડિયમ ખાતે કુલ સાત ODI રમાઈ છે. 20 વર્ષમાં ટીમ ઈન્ડિયાએ અહીં 7 ODI રમી છે, જે બધી જીતી છે. ભારતીય ક્રિકેટ ટીમ ઈન્દોરમાં ક્યારેય એક પણ ODI નથી હારી. અહીં રમાયેલી છેલ્લી ODI (24 સપ્ટેમ્બર, 2023) માં ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું હતું, જેમાં શ્રેયસ અય્યરે સદી (105) ફટકારી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે પણ તે મેચમાં 104 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

શુભમન ગિલે હોલકર સ્ટેડિયમ ખાતે રમેલી બંને ODIમાં સદી ફટકારી છે. જાન્યુઆરી 2023માં ભારતે આ મેદાન પર રમેલી ODIમાં ન્યુઝીલેન્ડને 90 રનથી હરાવ્યું, જેમાં રોહિત શર્મા (101) અને ગિલ (112) એ સદી ફટકારી અને પહેલી વિકેટ માટે 212 રનની પાર્ટનરશિપ કરી હતી.

  • કુલ મેચ - 7
  • ભારત જીત્યું - 7
  • ભારત હાર્યું - 0

ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થશે?

અર્શદીપ સિંહ ટીમમાં છે, પરંતુ તેને પહેલી બંને મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહતો કરવામાં આવ્યો. તે T20 વર્લ્ડ કપની ટીમમાં પણ છે, તેથી ઘણા નિષ્ણાતો માને છે કે મેનેજમેન્ટ નવા વિકલ્પોને તક આપી રહ્યું છે. મોહમ્મદ સિરાજ બોલિંગ એટેકનું નેતૃત્વ કરી રહ્યો છે અને હર્ષિત રાણાએ પણ પ્રભાવિત કર્યા છે. જો અર્શદીપ સિંહ ત્રીજી ODIમાં રમે છે, તો પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર રાખવામાં આવી શકે છે, જોકે આ શક્યતા ઓછી છે.