Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Babar Azam Publicly Humiliated Steve Smith Does This on the Field

BBL 2026 / બાબર આઝમની જાહેરમાં ફજેતી! સ્ટીવ સ્મિથે મેદાનની વચ્ચે કર્યું આ કામ; વાયરલ થયો VIDEO

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2026
લાઇવ ટીવીGoogle News
BBL 2026 / બાબર આઝમની જાહેરમાં ફજેતી! સ્ટીવ સ્મિથે મેદાનની વચ્ચે કર્યું આ કામ; વાયરલ થયો VIDEO
સોર્સ : GSTV

બિગ બેશ લીગ 2025-26માં સિડની સિક્સર્સ અને સિડની થંડર વચ્ચેની મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક ઘટના બની. મેચ દરમિયાન સ્ટીવ સ્મિથે 11મી ઓવરના છેલ્લા બોલ પર સિંગલ લેવાનો ઈનકાર કર્યો, જેના કારણે તેનો સાથી બેટ્સમેન બાબર આઝમ સ્પષ્ટપણે નારાજ થઈ ગયો. હવે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

App Store

શું સ્ટીવ સ્મિથે બાબરનું અપમાન કર્યું?

બાબર આઝમ સાથેની આ ઘટના સિડની સિક્સર્સની 11મી ઓવર દરમિયાન બની હતી, જ્યારે ટીમ 190 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહી હતી. આ દરમિયાન સ્ટીવ સ્મિથ વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ બાબરનો સ્ટ્રાઈક રેટ તેના કરતા ઘણો ઓછો હતો. બાબરે તે ઓવરમાં સતત ત્રણ ડોટ બોલ રમ્યો હતો અને છેલ્લા બોલ પર સ્ટ્રાઈક ફેરવવા માટે સિંગલ શોધી રહ્યો હતો. પરંતુ સ્મિથે રન ન લીધો અને બાબરના ચહેરા પર તેની નારાજગી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.

સ્ટીવ સ્મિથનો નિર્ણયનું કારણ પાવર સર્જ (Power Surge) નિયમ હતો. પાવર સર્જ એ BBLમાં એક નિયમ છે જેમાં શરૂઆતની ચાર ઓવરના પાવરપ્લે પછી બેટિંગ ટીમ ઈનિંગની 11મી ઓવર પછી ગમે ત્યારે બીજી બે ઓવરના પાવરપ્લેનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ દરમિયાન ફક્ત બે ફિલ્ડર્સને 30 યાર્ડ સર્કલની બહાર રાખવામાં આવે છે. સ્ટીવ સ્મિથ આનો ફાયદો ઉઠાવવા માંગતો હતો અને બરાબર એવું જ થયું. સ્મિથે ઈનિંગની 12મી ઓવરમાં 30 રન બનાવ્યા. જોકે, બાબર આ પછી પણ ગુસ્સામાં હોય તેવું લાગી રહ્યું હતું.

BBLમાં પાકિસ્તાની ખેલાડીઓની ફજેતી

BBLમાં પાકિસ્તાની ખેલાડીઓની ફજેતીની આ પહેલી ઘટના નથી. અગાઉ સિઝનની બીજી મેચમાં પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને ઓવરની વચ્ચે બોલિંગમાંથી દૂર કરવામાં આવ્યો હતો. તેણે તેના સ્પેલમાં ફક્ત 2.4 ઓવર ફેંકી હતી, જેમાં વિકેટ લીધા વિના 43 રન આપ્યા હતા. તે સ્પેલ દરમિયાન તેની ત્રીજી ઓવરમાં તેણે 2 બીમર ફેંક્યા હતા જેના કારણે અમ્પાયરે તેને વધુ બોલિંગ કરવાથી સસ્પેન્ડ કર્યો હતો. થોડા દિવસો પહેલા મોહમ્મદ રિઝવાનને તેની ધીમી બેટિંગને કારણે ઈનિંગ વચ્ચે અચાનક રિટાયર્ડ આઉટ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેની પણ ફજેતી થઈ હતી.