એશિયન પેરા ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ યાદવે આત્મહત્યા કરી; ડોપિંગ પ્રતિબંધને કારણે તેઓ તણાવમાં હતા

ભારતીય પેરા-એથ્લેટ નીરજ યાદવે આત્મહત્યા કરી છે. અહેવાલો અનુસાર, તેમણે પોતાના ઘરે ઝેર ખાઈને જીવન ટૂંકાવ્યું છે. નીરજ યાદવના મૃત્યુના સમાચાર ભારતીય પેરા-એથ્લેટિક્સ ટીમના મુખ્ય કોચ એસ. સત્યનારાયણે આપ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમને આ દુઃખદ ઘટના વિશે જાણ થઈ છે અને યાદવનો મૃતદેહ હાલમાં હોસ્પિટલમાં છે, જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
નીરજ યાદવે આત્મહત્યા કેમ કરી?
ભારતીય પેરા-એથ્લેટિક્સ ટીમના મુખ્ય કોચ એસ. સત્યનારાયણે પુષ્ટિ કરી છે કે નીરજે આત્મહત્યા કરી છે અને તેમણે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ૪૨ વર્ષીય નીરજે આત્મહત્યા કરવાનો નિર્ણય કેમ લીધો, તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. નીરજ યાદવ આ વર્ષે આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા ન હતા, કારણ કે ડોપિંગના નિયમોના ઉલ્લંઘનને કારણે તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ પ્રતિબંધને કારણે તેઓ માનસિક તણાવમાં હોઈ શકે છે.
હેડ કોચ સત્યનારાયણે કરી ઘટનાની પુષ્ટિ
ભારતીય પેરા એથ્લેટિક્સ ટીમના હેડ કોચ એસ. સત્યનારાયણે આ કરુણ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે તેમને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી મળી છે. ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતાં સત્યનારાયણે જણાવ્યું કે, નીરજે જીવન ટૂંકાવ્યું કરી છે. આવું બન્યું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
એશિયન ગેમ્સમાં ભાગ નહોતા લઈ શક્યા તેથી તણાવમાં હતા
રિપોર્ટ મુજબ, નીરજ ચાલુ મહિને આઇચી-નાગોયા ખાતે યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા નહોતા. ડોપિંગ સસ્પેન્શનના કારણે તેમને સ્પર્ધામાંથી બહાર રહેવું પડ્યું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ સસ્પેન્શન બાદ તેઓ ભારે ભાવનાત્મક અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. જોકે, તેમના આ આત્યંતિક પગલાં પાછળનું સચોટ કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
હેડ કોચની ભાવુક પ્રતિક્રિયા: સફળતા-નિષ્ફળતાને સંતુલિત મને સ્વીકારવી જોઈએ
હેડ કોચ સત્યનારાયણે જણાવ્યું કે તેઓ નીરજના આ પગલાં પાછળના સચોટ કારણો અંગે કોઈ અટકળો લગાવવા માંગતા નથી. એક ખેલાડીએ જીવનમાં મળતી સફળતા અને નિષ્ફળતા બંને પરિસ્થિતિઓનો સામનો સંતુલિત મન સાથે કરવો જોઈએ.










