WPL 2027 ઓક્શન: કઈ એપ અને ચેનલ પર ફ્રીમાં જોઈ શકાશે લાઇવ? જાણો સંપૂર્ણ માહિતી

વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે ડબ્લ્યુપીએલ (WPL) ની પાંચમી સિઝન માટે આજે મિની ઓક્શન થવાનું છે. આ ઓક્શન ક્યાં અને ક્યારે યોજાશે, તેમજ તમે આ ઓક્શન કેવી રીતે લાઇવ જોઈ શકશો? તેના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી જશે. આ ઓક્શનમાં 146 ખેલાડીઓ ઉપલબ્ધ છે, જેમાંથી વધુમાં વધુ 27 ખેલાડીઓને જ ખરીદવામાં આવશે, કારણ કે આ મિની ઓક્શન માટે આટલા જ સ્લોટ ખાલી છે. જેમાંથી 20 ભારતીય ખેલાડીઓ અને 7 વિદેશી ખેલાડીઓ પસંદ કરી શકાશે.
WPL 2027 ઓક્શન ક્યારે અને ક્યાં યોજાશે?
વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે ડબ્લ્યુપીએલની પાંચમી સિઝનનું મિની ઓક્શન આજે એટલે કે બુધવાર, 28 ઓક્ટોબર 2026ના રોજ યોજાશે. તેનું આયોજન કોચીમાં થવાનું છે.
WPL 2027 મિની ઓક્શન કેટલા વાગ્યે શરૂ થશે?
ડબ્લ્યુપીએલની 2027ની સિઝન માટેનું મિની ઓક્શન ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. શરૂઆતમાં BCCI અને WPLના અધિકારીઓનું ટૂંકું પ્રવચન હશે અને ત્યારબાદ ઓક્શન શરૂ થઈ જશે. આ મિની ઓક્શન હોવાથી તે થોડા કલાકો જ ચાલશે.
WPL 2027 ઓક્શનનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
જો તમારે WPLની 2027ની સિઝનનું ઓક્શન તમારા સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને ટેબ્લેટ પર લાઇવ જોવું હોય, તો તેના માટે 'JioHotstar' એપ પર લોગ ઇન કરવું પડશે. વળી, જો તમારે લેપટોપ કે ડેસ્કટોપ પર ઓનલાઈન સ્ટ્રીમિંગ જોવું હોય, તો તેના માટે હોટસ્ટારની વેબસાઇટ પર વિઝિટ કરવી પડશે.
WPL 2027 ઓક્શનનું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
વિમેન્સ પ્રીમિયર લીગની પાંચમી સિઝનના ઓક્શનને જો તમારે તમારા ટીવી પર લાઇવ જોવું હોય, તો તેના માટે તમારે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જવું પડશે. સ્ટાર સ્પોર્ટ્સની અલગ-અલગ ચેનલો પર તમે તેનું લાઇવ પ્રસારણ જોઈ શકો છો.
શોર્ટલિસ્ટ થયેલા 146 ખેલાડીઓમાં 119 ભારતીય છે, જેમાંથી 22 કેપ્ડ ભારતીય અને 97 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ છે. ઓક્શનમાં 14 કેપ્ડ ઓવરસીઝ અને 13 અનકેપ્ડ ઓવરસીઝ ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે. આ યાદીમાં અનેક જાણીતા આંતરરાષ્ટ્રીય અને ભારતીય ખેલાડીઓ સામેલ છે, જેમાં સોફિયા ડંકલે અને સોફી મોલિન્યુએ 50 લાખ રૂપિયાની સૌથી ઊંચી બેઝ પ્રાઈસ સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જી. કામિની, કિરણ નવગીરે, હીથર ગ્રાહમ અને જેસ જોનાસને 40 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે રજીસ્ટર કર્યું છે.








