મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

WPL 2026 Final / RCBએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય, આવી છે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં કેટલીક રોમાંચક મેચો જોવા મળી હતી, જેમાં હવે રોયલ ચેલેન્જર્સ

WPL 2026 Final / RCBએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય, આવી છે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં કેટલીક રોમાંચક મેચો જોવા મળી હતી, જેમાં હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCB ટીમે ચોથી સિઝનના લીગ સ્ટેજ દરમિયાન શાનદાર પ્રદર્શન કરીને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જેનાથી ટીમ સીધી ફાઈનલમાં પહોંચી હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સની સફર થોડી રોલરકોસ્ટર જેવી રહી છે, કારણ કે તેણે ગ્રુપ સ્ટેજમાં 8 મેચમાંથી 4 મેચ જીતી અને તેટલી જ મેચ હારી હતી. આ પછી તેણે એલિમિનેટરમાં ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટાઈટલ મેચમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

RCB: ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, રિચા ઘોષ (વિકેટકીપર), રાધા યાદવ, નાદીન ડી ક્લર્ક, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, સયાલી સતઘરે, શ્રેયાંકા પાટિલ, લોરેન બેલ.

DC: લિઝેલ લી (વિકેટકીપર), શેફાલી વર્મા, લૌરા વોલ્વાર્ડ, જેમિમા રોડ્રિગ્સ (કેપ્ટન), મેરિઝાન કેપ, ચિનેલ હેનરી, નિકી પ્રસાદ, સ્નેહ રાણા, મિન્નુ મણિ, શ્રી ચરણી અને નંદની શર્મા.

આ સમાચાર શેર કરો