WPL 2026 / પહેલા ટાઈટલ પર હશે દિલ્હી કેપિટલ્સની નજર, જાણો મેચના લાઈવ ટેલિકાસ્ટ સહિતની વિગતો
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની ફાઈનલ આજે (5 ફેબ્રુઆરી) રોયલ ચેલેન્જર્સ બેંબેંગલુરુ (RCB

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની ફાઈનલ આજે (5 ફેબ્રુઆરી) રોયલ ચેલેન્જર્સ બેંબેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે. બંને ટીમો વડોદરામાં ટકરાશે. દિલ્હી સતત ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે, તે પહેલી ત્રણ સિઝનમાં ફાઈનલમાં પહોંચવા છતાં ટાઈટલ નથી જીતી શકી, તેથી તેની નજર તેના પહેલા ટાઈટલ પર હશે. વધુમાં RCB તેનું બીજું ટાઈટલ જીતવા માટે મેદાન પર ઉતરશે. DC અને RCB બંને ઉત્તમ ફોર્મમાં છે. તો ચાલો ફાઈનલ પહેલા બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન અને મેચના લાઈવ ટેલિકાસ્ટની વિગતો જાણી લઈએ.
શેફાલી અને સ્મૃતિ પર નજર રહેશે
લિઝેલ લી અને શેફાલી વર્માએ આ સિઝનમાં ત્રણ મેચમાં અડધી સદીની પાર્ટનરશિપ કરી છે અને આ ત્રણેય મેચમાં DCએ જીત મેળવી છે. વધુમાં, RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ અત્યાર સુધીમાં 8 ઈનિંગ્સમાં 48.33ની સરેરાશ અને 141.46ના સ્ટ્રાઇક રેટથી 290 રન બનાવ્યા છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
વિમેન્સ પ્રીમિયર લીગના ઈતિહાસમાં DC અને RCB વચ્ચે અત્યાર સુધીમાં 9 મેચ રમાઈ છે. RCBએ ત્રણ મેચ જીતી છે, જ્યારે દિલ્હીએ 6 મેચ જીતી છે. આંકડાની દૃષ્ટિએ દિલ્હીનું પલડું ભારે છે.
DCની સંભવિત પ્લેઈંગ ઈલેવન
લિઝેલ લી (વિકેટકીપર), શેફાલી વર્મા, લૌરા વોલ્વાર્ડ, જેમિમા રોડ્રિગ્ઝ (કેપ્ટન), મેરિઝાન કાપ, ચિનેલ હેનરી, નિકી પ્રસાદ, સ્નેહ રાણા, મિન્નુ મણિ, શ્રી ચરણી અને નંદની શર્મા.
RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ગ્રેસ હેરિસ, સ્મૃતિ મંધાના (કેપ્ટન), જ્યોર્જિયા વોલ, રાધા યાદવ, રિચા ઘોષ (વિકેટકીપર), નાદીન ડી ક્લર્ક, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, સયાલી સતઘરે, શ્રેયાંકા પાટિલ અને લોરેન બેલ.
મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો?
RCB અને DC વચ્ચેની ફાઈનલ મેચ 5 ફેબ્રુઆરીએ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, ટોસ અડધો કલાક પહેલા એટલે કે 7:00 વાગ્યે થશે. આ મેચ Jio Hotstar અને Star Sports પર જોઈ શકાશે.
બંને ટીમોની સ્કવોડ
DC: જેમિમા રોડ્રિગ્સ (કેપ્ટન), તાનિયા ભાટિયા (વિકેટકીપર), લ્યુસી હેમિલ્ટન, ચિનેલ હેનરી, મેરિઝાન કાપ, અલાના કિંગ, લિઝેલ લી, મિન્નુ મણિ, નિકી પ્રસાદ, સ્નેહ રાણા, શેફાલી વર્મા, નંદની શર્મા, શ્રી ચરણી, પ્રગતિ સિંહ, લૌરા વોલ્વાર્ડ, એડલા સૃજાના.
RCB: સ્મૃતિ મંધાના (કેપ્ટન), લોરેન બેલ, નાદીન ડી ક્લર્ક, રિચા ઘોષ (વિકેટકીપર), ગ્રેસ હેરિસ, દયાલન હેમલતા, ગૌતમી નાઈક, શ્રેયાંકા પાટીલ, કુમાર પ્રથમોષા, પ્રેમા રાવત, અરુંધતી રેડ્ડી, સયાલી સતઘરે, લિન્સે સ્મિથ, પૂજા વસ્ત્રાકર, જ્યોર્જિયા વોલ, રાધા યાદવ.








