Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This Australian player will play for the Pakistan league after being thrown out of the IPL

Sports News: IPLમાંથી બહાર ફેંકાયા બાદ પાકિસ્તાન લીગ માટે રમશે આ ઓસ્ટ્રેલિયન ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Sports News: IPLમાંથી બહાર ફેંકાયા બાદ પાકિસ્તાન લીગ માટે રમશે આ ઓસ્ટ્રેલિયન ખેલાડી
સોર્સ : GSTV

Steve Smith Set To Play For Sialkot Stallionz In The PSL: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથને IPL 2026 માટે કોઈ પણ ટીમે નથી ખદીદ્યો. જોકે, તે IPLમાં રજિસ્ટર્ડ પ્લેયર અવેલેબલ પૂલનો હિસ્સો છે, પરંતુ તેણે હવે પાકિસ્તાનનો દરવાજો ખખડાવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્ટીવ સ્મિથ પાકિસ્તાન સુપર લીગ એટલે કે PSLની 2026ની સિઝનમાં રમશે. એક ટીમ સાથે તેનો કરાર પણ થઈ ચૂક્યો છે, જે અંગે ટૂંક સમયમાં ઓફિશિયલ એલાન થવાની શક્યતા છે. મંગળવાર 3 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSLની રિટેન્શન લિસ્ટ જારી કરી છે.

App Store

સ્મિથ સિયાલકોટ સ્ટેલિયન્સ માટે રમશે

પાકિસ્તાન સુપર લીગ 2026માં બે નવી ટીમો સામેલ થઈ છે. એક અહેવાલ પ્રમાણે સ્ટીવ સ્મિથ આમાંથી એક ટીમ સિયાલકોટ સ્ટેલિયન્સ માટે રમતો જોવા મળશે. ફ્રેન્ચાઈઝીએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને તેના માર્કી પ્લેયર તરીકે સામેલ કર્યો છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન આ ટીમનો હેડ કોચ છે. તમને જણાવી દઈએ કે, સ્મિથે આજ સુધી પાકિસ્તાન સુપર લીગમાં એક પણ મેચ નથી રમી. જોકે તે 2019માં રમવાનો હતો, પરંતુ ઈજાને કારણે રમી નહોતો શક્યો. જો આ વચ્ચે IPLના કોઈ રિપ્લેસમેન્ટ તરીકે સ્ટીવ સ્મિથને જોવામાં આવે તો તે PSL છોડી પણ શકે છે. આવું અગાઉ પણ ઘણા પ્લેયર કરી ચૂક્યા છે. સ્મિથ લાંબા સમયથી IPL રમી રહ્યો છે અને બે ટીમોની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. 

મંગળવાર 3 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSLની રિટેન્શન લિસ્ટ જારી કરી છે. 8 ટીમો સાથે ટૂર્નામેન્ટ રમાશે અને તેમાંથી 6 ટીમોએ પોતાના પત્તા રિટેન્શન માટે ખોલી દીધા છે. એક ટીમે કોઈ પણ રિટેન્શન ન કરવાનો નિર્ણય લીધો છે. તે ટીમ ઓક્શમાંથી ખેલાડીઓ પીક કરશે. આ ટીમ છે મુલ્તાન સુલ્તાન્સ. બીજી તરફ નવી બનેલી ટીમ સિયાલકોટ સ્ટેલિયન્સ અને હૈદરાબાદની ટીમ 7 ફેબ્રુઆરીના રોજ રિટેન્શનનું એલાન કરશે. ઈસ્લામાબાદ યુનાઈટેડે 3, જ્યારે લાહોર કલંદર્સ, પેશાવર લાજ્મી, ક્વેટા ગ્લેડિએટર્સ અને કરાંચીએ 4-4 રિટેન્શન કર્યા છે. 

PSL દ્વારા વાપસીની તૈયારી

36 વર્ષીય સ્મિથે T20 ક્રિકેટમાં સાતત્ય દર્શાવવા અને ફરી એકવાર રાષ્ટ્રીય ટીમના દરવાજા ખટખટાવવા PSLમાં રમવાનું નક્કી કર્યું છે. એક અહેવાલ પ્રમાણે સ્મિથ સિયાલકોટ સ્ટેલિયન્સ સાથે કરાર કરનાર પ્રથમ ખેલાડી છે, જેનાથી ફ્રેન્ચાઈઝીને પણ મોટી ઓળખ મળી છે.