Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 129-year-old record broken! Crores of loss amidst the excitement of cricket

Sports News/ 129 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટ્યો! ક્રિકેટના રોમાંચ વચ્ચે થયું કરોડોનું નુકસાન

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sports News/ 129 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટ્યો! ક્રિકેટના રોમાંચ વચ્ચે થયું કરોડોનું નુકસાન
સોર્સ : GSTV

ક્રિકેટ જગતની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી 'એશિઝ સીરિઝ' અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાયેલી ચોથી ટેસ્ટ મેચ માત્ર બે દિવસ (6 સેશન)માં જ પૂર્ણ થઈ જતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આર્થિક ફટકો પડ્યો છે. પિચ પરના અતિશય ઘાસ અને બોલરોની ઘાતક બોલિંગ સામે બેટર્સ લાચાર જણાતા મેચનું પરિણામ ગણતરીના કલાકોમાં આવી ગયું હતું.

App Store

129 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ક્રિકેટના ઈતિહાસમાં 129 વર્ષ પછી પહેલીવાર એવું બન્યું છે કે એક જ ટેસ્ટ સીરિઝમાં બે મેચ માત્ર બે દિવસમાં સમાપ્ત થઈ હોય. આ પહેલા પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ પણ બે દિવસમાં જ પૂર્ણ થઈ હતી. આ અસાધારણ ઘટનાએ ટેસ્ટ ક્રિકેટની ગુણવત્તા અને પિચની તૈયારીઓ પર સવાલો ઊભા કર્યાં છે.

પિચ ક્યુરેટરની ભૂલ અને ICCની કાર્યવાહી

MCGની પિચ પર આ વખતે 10mm ઘાસ રાખવામાં આવ્યું હતું, જે સામાન્ય કરતા 3mm વધુ હતું. મેચની ચારેય ઇનિંગ્સમાં એક પણ ટીમ 200 રનના આંકડા સુધી પહોંચી શકી નહોતી. અહેવાલો મુજબ, આ પિચને ICC દ્વારા 'સબ-પાર' રેટિંગ આપવામાં આવી શકે છે, જેના કારણે MCGને એક 'ડિમેરિટ પોઈન્ટ' મળશે.

96 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન

ટેસ્ટ મેચ પાંચ દિવસને બદલે બે દિવસમાં પૂર્ણ થવાથી બ્રોડકાસ્ટર્સ અને ક્રિકેટ બોર્ડને મોટું નુકસાન થયું છે. MCGમાં પર્થ કરતા 40,000 વધુ સીટો હોવાથી ટિકિટના વેચાણમાં મોટો ફટકો પડ્યો છે. રિપોર્ટ્સ મુજબ, આ મેચ વહેલી પૂરી થવાથી અંદાજે 16 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં 96 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. જાહેરાતો અને ટેલિકાસ્ટ સમય ઘટવાના કારણે બ્રોડકાસ્ટર્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

ઈંગ્લેન્ડની જીત છતાં વિવાદ

ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે શાનદાર જીત મેળવી સીરિઝમાં વાપસી કરી છે, પરંતુ મેચના આટલા ટૂંકા ગાળાએ ચાહકોને નિરાશ કર્યા છે. સ્ટેડિયમમાં ત્રીજા, ચોથા અને પાંચમાં દિવસની ટિકિટ બુક કરાવનારા હજારો પ્રેક્ષકોને રિફંડ અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.