PBKS Vs CSK: પંજાબ સામે ચેન્નાઈની જીતથી પ્લેઓફની રેસ વધુ રસપ્રદ બનશે, આ ટીમો વચ્ચે ભારે રસાકસી
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં રવિવારે પ્રથમ મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ધર્મશાલા ક્રિકેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં રવિવારે પ્રથમ મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં ખેલાયો હતો. જેમાં ચેન્નાઈ પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટના નુકસાને 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબની ટીમ 139 રન જ બનાવી શકી હતી. પરિણામે પંજાબનો વધુ એક પરાજય થયો છે. પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ જવાને આરે પહોંચી ગઈ છે.
પ્રભસિમરન સિંહે સૌથી વધુ 30 રન બનાવ્યા
ચેન્નાઈની ટીમે આપેલા 168 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં જ ટીમને બે ઝટકા લાગ્યા હતા. 69 રનમાં પાંચ ખેલાડીઓ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. એક માત્ર પ્રભસિમરન સિંહે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા.
જાડેજાનું ઓલરાઉન્ડર પ્રદર્શન
રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. ચેન્નાઈ તરફથી જાડેજાએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જાડેજાએ 4 ઓવરમાં માત્ર 20 રન આપીને ત્રણ સફળતા મેળવી હતી.
આ ત્રણ ટીમો વચ્ચે ભારે રસાકસી
લખનઉ સુપર જાયન્ટસ, સનરાઈઝ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચવા માટે ભારે રસાકસી જામશે.
બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની(વિકેટકીપર), મિચેલ સેન્ટનર, શાર્દૂલ ઠાકુર, રિચર્ડ ગ્લેસન અને તુષાર દેશપાંડે.
પંજાબ કિંગ્સ : સેમ કરન (કેપ્ટન), જોની બેયરસ્ટો, રિલી રૂસો, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, રાહુલ ચહર, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ.








