મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સીએમ યોગીએ માર્યા શાનદાર શોટ્સ, જોવા મળ્યો રસપ્રદ નજારો

7 ઓક્ટોબર, રવિવારના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યન

VIDEO: ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સીએમ યોગીએ માર્યા શાનદાર શોટ્સ, જોવા મળ્યો રસપ્રદ નજારો

7 ઓક્ટોબર, રવિવારના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની એક અલગ જ સ્ટાઈલ જોવા મળી હતી. જ્યારે તે લખનૌના ઈકાના સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં સીએમ યોગી આદિત્યનાથ 36મી ઓલ ઈન્ડિયા એડવોકેટ ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે બેટ ઉપાડ્યું અને પીચ પર બેટિંગ કરવા ગયા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સીએમ યોગી રમ્યા શાનદાર શોટ

લખનૌના ઈકાના સ્ટેડિયમમાં આયોજિત આ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં સીએમ યોગીએ કેટલાક બોલનો સામનો કર્યો હતો. તેણે પોતાની બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવા કપડા અને સેન્ડલ પહેરીને ક્રિકેટ રમી હતી. પીચ પર જતી વખતે, તેમના ચહેરા પર સ્મિત હતું અને તેમણે શાનદાર શોટ્સ રમ્યા, ત્યારબાદ વિકેટકીપરે તેમની પ્રશંસા કરી હતી.

સીએમ યોગીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી

આ અવસર પર મુખ્યમંત્રી યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ દ્વારા તેમની લાગણીઓ શેર કરી. તેમણે લખ્યું, "આજે લખનૌમાં આયોજિત 36મી ઓલ ઈન્ડિયા એડવોકેટ ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી. છેલ્લા 10 વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રમતગમતની પ્રવૃત્તિઓનું મોટાપાયે વિસ્તરણ થયું છે."

તેણે આગળ લખ્યું, "'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ' અને 'એમપી સ્પોર્ટ્સ કોમ્પિટિશન' આ પરિવર્તનનો પુરાવો છે. હું સ્પર્ધામાં ભાગ લેનારી તમામ ટીમોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું."

આ સમાચાર શેર કરો