VIDEO: પાકિસ્તાનમાં મોટું બ્લંડર, ઓસ્ટ્રેલિયા- ઈંગ્લેન્ડની મેચમાં ગૂંજ્યું ભારતીય રાષ્ટ્રગીત
Champions Trophy: પાકિસ્તાનની યજમાનીમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજ

Champions Trophy: પાકિસ્તાનની યજમાનીમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે મેચ પહેલા મોટું બ્લંડર થઈ ગયું છે. આજે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની મેચમાં ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. મેદાનમાં હાજર સહુ સ્તબ્ધ થઈ ગયા હતા.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો છે. આજે આ ટુર્નામેન્ટની ચોથી મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ દરમિયાન, અચાનક અહીં ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું, જેના પછી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બંને ટીમોના રાષ્ટ્રગીત દરમિયાન આવી ઘટના જોવા મળી હતી. હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
મેચનો પહેલો બોલ ફેંકાય તે પહેલાં જ્યારે બંને ટીમો રાષ્ટ્રગીત માટે મેદાન પર આવી ત્યારે સ્ટેડિયમમાં ભારતીય રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું. ગ્રાઉન્ડ સ્પીકર્સ પર 'જન ગણ મન' વાગતાની સાથે જ સ્ટેડિયમમાં અચાનક હલચલ મચી ગઈ.
જણાવી દઈએ કે, આજની મેચ શરૂ થાય તે પહેલાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના રાષ્ટ્રગીત વગાડવાના હતા. જેમાં સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત શરૂ થયું. પછી ઇંગ્લેન્ડના રાષ્ટ્રગાનના બદલે અચાનક ભારતીય રાષ્ટ્રગીત 'જન ગણ મન' નો અવાજ આવવા લાગ્યો. આ અવાજ સાંભળતાની સાથે જ આખા સ્ટેડિયમમાં સોપો ફેલાઈ ગયો.
ઇંગ્લેન્ડના બધા ખેલાડીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. કેટલાક હસતા હતા, જ્યારે ઘણા ખેલાડીઓ આશ્ચર્યચકિત દેખાતા હતા. જો કે આ ઘટનાનો વિડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.








