IPL-2024: ભુવનેશ્વર કુમારે રાજસ્થાન રોયલ્સને છેલ્લા બોલે આપ્યો ઝટકો, એક રનથી જીત્યું સનરાઈઝ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું હતું. આ મેચ રાજીવ

સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું હતું. આ મેચ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ હતી. છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે 13 રનની જરૂર હતી. જ્યારે હૈદરાબાદે છેલ્લી ઓવર ભુવનેશ્વર કુમારને આપી હતી. ઓવરના છેલ્લા બોલ પર તેણે કરેલું અદ્ભુત કામ હૈદરાબાદની જીતમાં મહત્ત્વપૂર્ણ સાબિત થયું. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 201 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ માત્ર 200 રન જ બનાવી શકી હતી.
હૈદરાબાદ માટે ભુવનેશ્વર છેલ્લી ઓવર નાખી
રાજસ્થાનને જીતવા માટે 6 બોલમાં 13 રનની જરૂર હતી. હૈદરાબાદ માટે ભુવનેશ્વર છેલ્લી ઓવર નાખી હતી. રાજસ્થાન તરફથી રવિચંદ્રન અશ્વિન અને રોવમેન પોવેલ બેટિંગ કરી રહ્યા હતા. અશ્વિને ઓવરના પહેલા બોલ પર સિંગલ લીધો હતો. આ પછી પોવેલે બીજા બોલ પર બે રન લીધા હતા. તેણે ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ પછી, ચોથા બોલ પર ફરીથી બે રન લેવામાં આવ્યા.
હૈદરાબાદની ટીમે હારેલી રમત જીતી લીધી
રાજસ્થાનને છેલ્લા 2 બોલમાં 4 રનની જરૂર હતી. પોવેલે પાંચમા બોલ પર 2 રન લીધા હતા. હવે રાજસ્થાનને છેલ્લા બોલ પર 2 રનની જરૂર હતી. પરંતુ ભુવનેશ્વરે છેલ્લા બોલ પર પોવેલને LBW આઉટ કર્યો હતો. આ રીતે હૈદરાબાદની ટીમે હારેલી રમત જીતી લીધી હતી.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 201 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડીએ 42 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ક્લાસને 19 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા.
હૈદરાબાદે પ્રથમ બેટીંગ કરતા 201 રન બનાવ્યા
ટ્રેવિસ હેડે 58 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 200 રન જ બનાવી શકી હતી. રિયાન પરાગે 77 રનની ઇનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલે 40 બોલમાં 67 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રોવમેન પોવેલે 27 રનની ઇનિંગ રમી હતી.








