મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે મોદી-શાહે પણ કરી અરજી! BCCIની મુશ્કેલી વધી

જૂનમાં રમાનાર ટી-20 વર્લ્ડકપ 2024 બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમ

ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે મોદી-શાહે પણ કરી અરજી! BCCIની મુશ્કેલી વધી

જૂનમાં રમાનાર ટી-20 વર્લ્ડકપ 2024 બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે. દ્રવિડનો ઉત્તરાધિાકરી કોણ હશે તેના માટે BCCIએ ગુગલ ફોર્મના માધ્યમથી અરજી મંગાવી હતી. હેડ કોચ બનવા માટે અરજી કરનારાઓની સમયસીમા સમાપ્ત થઇ ગઇ છે. આ પોસ્ટ માટે કેટલાક દિગ્ગજોએ અરજી કરવાનો ઇનકાર કર્યો હતો જ્યારે બીજી તરફ એમએસ ધોની અને સચિન તેંડુલકરના નામથી ખોટી અરજી પણ કરવામાં આવી છે.

PM મોદી-અમિત શાહના નામે પણ મળી અરજી

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના નામથી પણ કેટલીક અરજી બીસીસીઆઇને મળી છે. બોર્ડને આ પદ માટે 3000થી વધુ અરજી મળી છે પરંતુ એક રિપોર્ટ અનુસાર તેમાંથી મોટાભાગના પૂર્વ ક્રિકેટરો અને વર્તમાન રાજનેતા સહિત ખોટા નામથી અરજીઓ છે. ગુગલ ફોર્મ પર અરજીઓ મંગાવવાનું કારણ આ હતું કે એક શીટમાં અરજદારોના નામની તપાસ કરવી આસાન છે.

મહત્ત્વપૂર્ણ છે કે 13 મેએ BCCIએ ગુગલ ફોર્મ પર હેડ કોચની પોસ્ટ માટે અરજીઓ મંગાવી હતી અને દરરોજ આ પદ માટે મોટી સંખ્યામાં ફેક અરજીઓ જોવા મળી હતી.

 શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસે NCAનો સીનિયર કોચ ટીમ સાથે જઇ શકે

BCCI પહેલા નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ લક્ષ્મણને દ્રવિડના ઉત્તરાધિકારી બનાવવા માંગતી હતી પરંતુ તેને કોચ બનવામાં કોઇ રસ બતાવ્યો નથી. ન્યૂઝ એજન્સીને એક સૂત્રએ કહ્યું, સમય સીમા બરાબર છે પરંતુ BCCIના અધિકારીઓએ કોઇ નિર્ણય પર પહોચ્યા પહેલા વધુ કેટલોક સમય લેવામાં કોઇ આપત્તિ નહીં હોય.  ટીમ જૂન મહિનામાં મોટાભાગનો સમય ટી-20 વર્લ્ડકપમાં વ્યસ્ત રહેશે, તે બાદ સીનિયર્સને આરામ આપવામાં આવશે. શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસ પર NCAનો કોઇ સીનિયર કોચ ટીમ સાથે જઇ શકે છે.

આ સમાચાર શેર કરો