આ દિવસથી શરૂ થશે વિશ્વની સૌથી મોટી T20 લીગ, BCCIએ જાહેર કરી IPLની આગામી ત્રણ સિઝનની તારીખો
IPL 2025 માટે 24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. જેમાં કુલ 574 ખેલાડીઓ પર બોલી લાગશે. દ

IPL 2025 માટે 24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. જેમાં કુલ 574 ખેલાડીઓ પર બોલી લાગશે. દરમિયાન, BCCIએ IPLની આગામી ત્રણ સિઝન માટે કેટલીક મહત્ત્વપૂર્ણ તારીખોની જાહેરાત કરી છે. IPLનું આ એક મોટું પગલું છે. આ પહેલા ક્યારેય આવું નથી બન્યું. IPL માટે જાહેર કરવામાં આવેલી તારીખો અનુસાર, 2025માં IPL 14 માર્ચથી શરૂ થશે અને તેની ફાઈનલ 25 મેના રોજ યોજાશે. 2026ની સિઝન 15 માર્ચથી 31 મે વચ્ચે રમાશે. જ્યારે 2027ની સિઝન 14 માર્ચથી 30 મે વચ્ચે રમાશે.
આ પણ વાંચો: 'પૈસા માટે નથી છોડી દિલ્હી કેપિટલ્સ',IPL AUCTION પહેલા રિષભ પંતની પોસ્ટથી વિવાદ
આગામી સિઝનમાં આટલી મેચ રમાશે
એક અહેવાલ મુજબ, ગુરુવારે ફ્રેન્ચાઈઝીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં, IPLએ ટૂર્નામેન્ટની તારીખોની જણાવી છે. IPL 2025માં કુલ 74 મેચો રમાશે. છેલ્લી ત્રણ સિઝનથી આટલી જ મેચો રમાઈ છે. જોકે જ્યારે BCCIએ તેના રાઈટ્સ વેચ્યા ત્યારે પ્રતિ સિઝનમાં 84 મેચોની વાત થઈ હતી, પરંતુ હજુ સુધી આવું થયું નથી.
IPL મેગા ઓક્શન પર તમામની નજર
ફેન્સ હંમેશા વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની આતુરતાથી રાહ જુએ છે. IPL વિશ્વભરના ક્રિકેટરોને એક મહાન પ્લેટફોર્મ આપે છે. અહીં રમતા ખેલાડીઓને પૈસા અને પ્રસિદ્ધિ બંને મળે છે. IPL રિટેન્શન બાદ હવે ફેન્સની નજર મેગા ઓક્શન પર ટકેલી છે. આ ઓક્શનમાં, ઘણી ફ્રેન્ચાઈઝી સંપૂર્ણપણે નવી ટીમો બનાવશે આ ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર કરોડોમાં બોલી લાગશે.
આ વખતે મેગા ઓક્શનમાં 574 ખેલાડીઓમાંથી 48 કેપ્ડ ભારતીય ખેલાડીઓ, 193 કેપ્ડ વિદેશી ખેલાડીઓ, 3 એસોસિયેટ નેશનલ પ્લેયર્સ, 318 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ અને 12 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ ખેલાડીઓમાંથી માત્ર 204 ખેલાડીઓ જ ખરીદી શકાય છે. જેમાં 70 સ્લોટ વિદેશી ખેલાડીઓ માટે છે.






