'પૈસા માટે નથી છોડી દિલ્હી કેપિટલ્સ',IPL AUCTION પહેલા રિષભ પંતની પોસ્ટથી વિવાદ
રિષભ પંતને IPL 2025 પહેલા દિલ્હી કેપિટલ્સે રિટેન કર્યો નથી. 2016થી પંત આ ફ્રેન્ચાઇઝીનો ભાગ હતો. દરેક

રિષભ પંતને IPL 2025 પહેલા દિલ્હી કેપિટલ્સે રિટેન કર્યો નથી. 2016થી પંત આ ફ્રેન્ચાઇઝીનો ભાગ હતો. દરેક સિઝન પહેલા તેને રિટેન કરવામાં આવતો હતો પરંતુ 2025ની મેગા હરાજી પહેલા ટીમે પંતને રિલીઝ કરી દીધો હતો. હવે રિષભ પંતે ખુલાસો કર્યો છે.
પંત-દિલ્હી વચ્ચે પૈસાની થઇ શકે છે વાત
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે પૈસાને કારણે દિલ્હી અને રિષભ પંતના રસ્તા અલગ થઇ ગયા. સુનીલ ગાવસ્કરે કહ્યું, " ક્યારેક ક્યારે જ્યારે ખેલાડીને રિટેન કરવામાં આવે છે તો ફ્રેન્ચાઇઝી અને ખેલાડી વચ્ચે ફી વિશે વાત થાય છે. જેમ તમે જોયું હશે કે કેટલાક ખેલાડી જેમને રિટેન કરવામાં આવ્યા છે તેમને નંબર-1 રિટેન્શન ફી કરતા વધુ પૈસા મળ્યા, માટે મને લાગે છે કે ત્યાં (પંત અને દિલ્હી વચ્ચે) કેટલીક અસહમતિ હતી પરંતુ મને લાગે છે કે દિલ્હી રિષભ પંતને પરત ટીમમાં લેવા માંગશે કારણ કે તેમને એક કેપ્ટનની પણ જરૂર છે."
સુનીલ ગાવસ્કરે કહ્યું કે તેમનું માનવું છે કે દિલ્હી કેપિટલ્સ અને રિષભ પંત વચ્ચે વિકેટ કીપર-બેટ્સમેનની રિટેન્શન ફીને લઇને અસહમતિ હોઇ શકે છે. ગાવસ્કરે આ દરમિયાન એમ પણ કહ્યું કે કેપિટલ્સ 25 અને 26 નવેમ્બરે યોજાનાર IPL AUCTIONમાં રિષભ પંતને પરત ખરીદવાનો પ્રયાસ કરશે.
રિષભ પંતે વીડિયો પર કરી કોમેન્ટ
સુનીલ ગાવસ્કરના વીડિયો પર રિષભ પંતે કોમેન્ટ કરી છે. રિષભ પંતે અત્યાર સુધી રિટેન્શન અને ઓક્શન વિશે વાત કરી નહતી પરંતુ આ વખતે તેને જવાબ આપ્યો છે. રિષભ પંતે X પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કોમેન્ટમાં લખ્યું- "હું નિશ્ચિત રીતે કહી શકુ છું કે મારૂ રિટેન્શન પૈસાને લઇને નહતું."
આ પણ વાંચો: IPL મેગા ઓક્શન માટે પ્રથમ ટેસ્ટ મેચ છોડશે આ દિગ્ગજ, અચાનક લીધો મોટો નિર્ણય
દિલ્હી કેપિટલ્સે આ ખેલાડીઓને કર્યા છે રિટેન
IPL મેગા ઓક્શ પહેલા દિલ્હી કેપિટલ્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા હતા જેમાં અક્ષર પટેલને 16.5 કરોડ રૂપિયા, કુલદીપ યાદવને 13.5 કરોડ રૂપિયા, દક્ષિણ આફ્રિકાના સ્ટાર ઓલ રાઉન્ડર ટ્રિસ્ટન સ્ટબ્સને 10 કરોડ રૂપિયા અને અનકેપ્ડ વિકેટ કીપર અભિષેક પોરેલને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા.








