IPL મેગા ઓક્શન માટે પ્રથમ ટેસ્ટ મેચ છોડશે આ દિગ્ગજ, અચાનક લીધો મોટો નિર્ણય
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. હવે સિ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. હવે સિરીઝ શરૂ થાય તે પહેલા જ ઓસ્ટ્રેલિયન ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો બોલિંગ કોચ ડેનિયલ વેટોરી પ્રથમ ટેસ્ટ દરમિયાન ટીમની સાથે નહીં રહે. તે સનરાઈઝર્સ હૈદરાબાદના કોચ તરીકે IPL 2025 મેગા ઓક્શનમાં ભાગ લેશે. IPL મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે.
આ પણ વાંચો: IND vs AUS / બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ચેતેશ્વર પૂજારાને મળી ખાસ જવાબદારી, હવે નવી ભૂમિકામાં જોવા મળશે
2022થી ઓસ્ટ્રેલિયાના બોલિંગ કોચ
ડેનિયલ વેટોરી ક્રિકેટની દુનિયાના એવા અનોખા કોચમાંથી એક છે, જે એક ફ્રેન્ચાઈઝીના હેડ કોચ પણ છે અને ઈન્ટરનેશનલ ટીમમાં આસિસ્ટન્ટ કોચની ભૂમિકા પણ ભજવી રહ્યા છે. તે 2022થી એન્ડ્રુ મેકડોનાલ્ડની અંડર ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયન ટીમનો બોલિંગ કોચ છે. તેના અનુભવને ધ્યાનમાં રાખીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ તેને ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં પણ કોચ બનાવવાની મંજૂરી આપી છે.
ઓસ્ટ્રેલિયન ટીમના પ્રવક્તાએ જણાવ્યું કે, "અમે સનરાઈઝર્સ હૈદરાબાદના હેડ કોચ તરીકે ડેનિયલના રોલને સપોર્ટ આપીએ છીએ. IPL મેગા ઓક્શનમાં ભાગ લેતા પહેલા ડેન પ્રથમ ટેસ્ટની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેશે. આ પછી તે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બાકીની મેચો માટે ટીમ સાથે રહેશે. આ પ્રથમ વખત હશે જ્યારે તે IPL મેગા ઓકશનમાં ભાગ લેવા માટે ટેસ્ટને અધવચ્ચે જ છોડીને રવાના થશે.
પોન્ટિંગ અને લેંગર પણ પ્રથમ ટેસ્ટનો ભાગ નહીં હોય
ડેનિયલ વેટોરી સોમવારે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ટ્રેનિંગ સેશન માટે WACA મેદાન પર હતો. તેણે બોલિંગ યુનિટ સાથે કામ કર્યું. ઉપરાંત, બેટ્સમેનોને રવિન્દ્ર જાડેજાના બોલનો સામનો કરવા માટે તૈયાર કરવા પ્રેક્ટિસ કરાવી હતી. બીજી તરફ રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગર ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર ચેનલમાં કોમેન્ટેટર તરીકે કામ કરી રહ્યા છે. પરંતુ પોન્ટિંગ પંજાબ કિંગ્સનો કોચ છે અને લેંગર લખનૌ સુપર જાયન્ટ્સનો કોચ છે. આ કારણોસર, તે મેગા ઓક્શનમાં ભાગ લેવા માટે પ્રથમ ટેસ્ટનો ભાગ નહીં બને.






