બેંગલુરૂ ટેસ્ટમાં ભારતની ખરાબ શરૂઆત, 10 રનમાં જ ગુમાવી 3 વિકેટ; રોહિત શર્મા-વિરાટ કોહલી ફ્લોપ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગલુરૂમાં 3 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. મેચનો પ્રથમ દિવસ વ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગલુરૂમાં 3 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઇ રહી છે. મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઇ ગયો હતો. બીજા દિવસે ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે. ભારતીય ટીમની ખરાબ શરૂઆત થઇ હતી. ભારતીય ટીમે પોતાની 3 વિકેટ શરૂઆતના 10 રનમાં જ ગુમાવી દીધી હતી. જોકે, વરસાદને કારણે મેચ થોડો સમય રોકવામાં આવી હતી.
રોહિત શર્મા-વિરાટ કોહલી ફ્લોપ
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમની ખરાબ શરૂઆત થઇ હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ જોવા મળ્યું હતું. રોહિત શર્મા 2 રન જ્યારે વિરાટ કોહલી 0 રને આઉટ થયા હતા. આ સિવાય સરફરાઝ ખાન પણ 0 રન બનાવીને આઉટ થયો હતો.
યશસ્વી જયસ્વાલ (8) અને રિષભ પંત (3) રન બનાવીને રમતમાં છે.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ન્યૂઝીલેન્ડ
ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવીન્દ્ર, ડેરિલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટ કીપર), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, ટીમ સાઉથી, એજાજ પટેલ, વિલિયમ ઓરોર્કે








