IPL 2025: હાર્દિક પંડ્યા બાદ આશિષ નહેરા ગુજરાત ટાઈટન્સ ટીમનો સાથ છોડશે?
IPL 2025 પહેલા આ વર્ષના અંતમાં મેગા હરાજી યોજાવાની છે. જેના પગલે દરેક ટીમમાં મોટા ફેરફાર જોવા મળશે. ત્યારે આ સ્

IPL 2025 પહેલા આ વર્ષના અંતમાં મેગા હરાજી યોજાવાની છે. જેના પગલે દરેક ટીમમાં મોટા ફેરફાર જોવા મળશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુજરાત ટાઈટન્સની ટીમ કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કરી શકે છે.
સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, ગુજરાત ટાઇટન્સનું મેનેજમેન્ટ હાલમાં ટીમના કોચિંગ સ્ટાફને બદલવાનું વિચારી રહ્યું છે. ગુજરાત ટાઈટન્સના હેડ કોચ આશિષ નહેરા અને ડાયરેક્ટર વિક્રમ સોલંકી છે. મેનટેર તરીકે ગેરી કર્સ્ટન હતા. જોકે ગેરી કસ્ટર્ન પાકિસ્તાન ટીમના કોચ બનતા જીટી સાથે છેડો ફાડી નાખ્યો છે.
અહેવાલો અનુસાર, આઈપીએલ 2025માં ગુજરાત ટાઈટન્સ ટીમના હેડ કોચ આશિષ નેહરાના ભવિષ્યને લઈને શંકા છે. આઈપીએલની 2024 સીઝન દરમિયાન પણ આશિષ નેહરા લાઈવ ટીવી પર વધુ જોવા મળ્યા ન હતા.
હાર્દિકની કેપ્ટનશિમાં બની હતી ચેમ્પિયન
ઉલ્લેખનીય છે કે, IPLની છેલ્લી ત્રણ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. ટીમ બે વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે એક વખત ચેમ્પિયન બની હતી.
અદાણી ગ્રુપ ટીમમાં હિસ્સો ખરીદી શકે છે
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ગુજરાત ટાઇટન્સમાં હિસ્સો ખરીદી શકે છે. અદાણી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સમાં નિયંત્રિત હિસ્સાના વેચાણ માટે ટોરેન્ટ ગ્રૂપ અને ખાનગી ઇક્વિટી ફર્મ CVC કેપિટલ પાર્ટનર્સ સાથે વાટાઘાટો કરી રહી છે. CVCએ 5,625 કરોડ રૂપિયામાં ફ્રેન્ચાઈઝી ખરીદી હતી.








