Anshuman Gaekwad : આ જાંબાજ ક્રિકેટરે રમી હતી સૌથી ભયંકર મેચ, કાનનો પડદો ફાટી જતાં કરાવવું પડ્યું હતું ઓપરેશન
Anshuman Gaekwad passes away : ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસમાં એક એકથી ચઢિયાતાં ખેલાડીઓ રહ્યા છે. પર

Anshuman Gaekwad passes away : ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસમાં એક એકથી ચઢિયાતાં ખેલાડીઓ રહ્યા છે. પરંતુ, તેમાંથી ખાસ હિંમતવાન ખેલાડીઓની જ વાત કરવામાં આવે છે, તો તેમાં અંશુમન ગાયકવાડનું નામ ચોક્કસપણે લેવામાં આવશે. અંશુમન ગાયકવાડનું આજે એટલે કે પહેલી ઓગસ્ટે જ બ્લડ કેન્સરથી મૃત્યુ થયું છે.
અંશુમનને તેમના ઉત્સાહ અને જુસ્સા માટે સલામ છે. તેઓ હિંમતવાળા હતા. જેનું ઉદાહરણ તેઓએ ઘણી વખત આપ્યું હતું. અને, પછી તેમની ટેસ્ટ સીરિઝ કોણ ભૂલી શકે, જેમાં તેમના સાથી ખેલાડીઓને ઈજાગ્રસ્ત થતા જોયા, તેમ છતાં પણ તેમનો વિશ્વાસ ડગ્યો નહીં. પાકિસ્તાનના હોશ ઉડાડતા તેમને 12 કલાક પણ ન લાગ્યા. દિગ્ગજ ભારતીય ઓપનર અંશુમન ગાયકવાડનું ગઈકાલ 31 જુલાઈ 2024ના રોજ 71 વર્ષની વયે નિધન થયું છે.
અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સર સામે જંગ હારી ગયા
અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા. અને તેની સારવાર માટે BCCI પાસેથી મદદ પણ મળી હતી. પરંતુ, ક્રિકેટના મેદાનનો આ બહાદુર ઓપનર મોતને ન હરાવી શક્યો. આખરે જીવલેણ બીમારી કેન્સરે તેમનો ભોગ લીધો. અંશુમન ગાયકવાડ 70 અને 80 ના દાયકામાં ભારતીય ક્રિકેટનો એક ભરોસાપાત્ર ચહેરો કહેવામાં આવતો હતો. તેમનો આ વિશ્વાસ એટલો મજબૂત હતો કે પછીથી તેમને સુનીલ ગાવસ્કરનો 'જમણો હાથ' પણ કહેવાતા હતા.
વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ સૌથી ભયંકર મેચ
અંશુમન ગાયકવાડ જે ટેસ્ટ સીરિઝથી જાણીતા છે, તે ટેસ્ટ સીરિઝ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાઈ હતી. જે કિંગસ્ટનનું મેદાન હતું અને વર્ષ 1976માં રમાઈ હતી. અગાઉ ભારતે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી સીરિઝની ત્રીજી ટેસ્ટ જીતી હતી. 70ના દાયકાની ખૂંખાર ખેલાડીઓવાળી વેસ્ટ ઈન્ડિઝની ટીમ તે હારથી ખૂબ જ દુઃખી થઈ હતી. ત્યારે કિંગ્સટનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ક્લાઈવ લોઈડની પેસ બેટરીએ શોર્ટ બોલથી ભારતીય બેટરોનું સ્વાગત કર્યું હતું. ભારતીયોને આ પ્રકારના હુમલાની આશા નહોતી. તેમ છતાં તેઓએ તેમનો હિંમતપૂર્વક સામનો કર્યો. અંશુમન ગાયકવાડ અને ગાવસ્કરે ઓપનિંગ વિકેટ માટે 136 રન બનાવ્યા હતા.
કાનનો પડદો ફાટી ગયો
વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ જોયું કે, એકલા શોર્ટ બોલ કામ નથી કરી રહ્યા તેથી તેઓએ ભારતીય ખેલાડીઓના શરીરને નિશાન બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે, ગુંડપ્પા વિશ્વનાથને ભારે ઈજાઓ પહોંચી હતી તેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બધું તેની આંખો સામે બનતું જોયા પછી પણ અંશુમન ગાયકવાડ જરા પણ ડર્યા નહીં અને જોશ સાથે રમવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન એક બોલ તેમને કાન પર વાગ્યો હતો. જેના કારણે તેમના કાનનો પડદો ફાટી ગયો અને તેમને ઓપરેશન કરાવવું પડ્યું. આ ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગની આવી હાલત હતી.
આ મેચ દરમિયાન ભારતીય ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, ટીમના ત્રણ મહત્વના ખેલાડીઓ - ગુંડપ્પા વિશ્વનાથ, અંશુમન ગાયકવાડ અને બ્રજેશ પટેલ બીજા દાવમાં બેટિંગ કરવા માટે જઈ શક્યા નહોતા. તત્કાલીન ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીએ ઇનિંગ ડિકલેર કરી અને ભારતે તે મેચ ગુમાવવી પડી હતી. જો કે, તે ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં અંશુમન ગાયકવાડે બનાવેલા હિંમતભર્યા 81 રન હતા, જેની લોકો આજે પણ ચર્ચામાં છે.








