ટીમ ઈન્ડિયાના 'ફ્લોપ' ખેલાડીએ ઘાતક બેટર તૈયાર કર્યો, જાણો અંગક્રિશની સફળતા પાછળ કોણ છે ગુરૂ
Angkrish Raghuvanshi scored the first fifty in IPL | આઈપીએલમાં બુધવારે કોલકાતા અને દિલ્હી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કેકેઆરએ IPLના ઇતિહાસનો બીજો હાઈએસ્ટ સ્કોર

આઈપીએલમાં બુધવારે કોલકાતા અને દિલ્હી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કેકેઆરએ IPLના ઇતિહાસનો બીજો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો. જેમાં કોલકાતાના ખેલાડીએ અંગક્રિશ રઘુવંશીએ આક્રમક ફિફ્ટી ફટકારી હતી.
આ સાથે રઘુવંશી 18 વર્ષ અને 303 દિવસની વયે IPLના ઈતિહાસમાં ફિફ્ટી ફટકારનાર સાતમો સૌથી યુવા બેટર બન્યો હતો. આ સાથે જ રઘુવંશીએ પોતાનું નામ જ નહીં પરંતુ પોતાના ગુરુનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે.
દિલ્હી કેપિટલ્સ સામે ફિફ્ટી ફટકાર્યા પછી KKRના અંગક્રિશ રઘુવંશીએ કહ્યું કે, તેની સફળતા પાછળનું કારણ અભિષેક નાયર છે, જે તેને બાળપણથી તાલીમ આપી રહ્યા છે. અંગક્રિશે RCB સામેની મેચમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. દિલ્હી સામેની મેચ દરમિયાન તેને નંબર-3 પર પ્રમોટ કરવામાં આવ્યો હતો. પરિણામે તેણે સુનીલ નારાયણ સાથે મળીને તાબડતોબ બેટિંગ કરી હતી.
અંગક્રિશે સુનીલ નારાયણ સાથે 104 રનની ભાગીદારી કરી હતી. IPLમાં તેણે પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. KKRએ 20 ઓવરમાં 272 રન બનાવ્યા હતા. અંગક્રિશે માત્ર 27 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. મેચ પછી તેણે તેની ઇનિંગ્સ નાયર અને બાકીના KKR સ્ટાફને સમર્પિત કરી હતી.
કોચે શીખવાડ્યા જબરદસ્ત શોટ્સ
અંગક્રિશે શાનદાર રિવર્સ સ્વિપ શોટ રમી છગ્ગો ફટકાર્યો હતો અને ખુલાસો કર્યો કે એ અભિષેક નાયર જ હતા જેમણે તેને આવા શોટ રમવાની તાલીમ આપી હતી. અંગક્રિશે કહ્યું, “હું આ ઇનિંગ મારા કોચ અભિષેક નાયર અને મારા સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સમર્પિત કરવા માંગુ છું. હું તેમની સાથે રહીને ઘણું શીખ્યો છું. અભિષેક સર બાળપણથી મારી સાથે કામ કરે છે. તેઓએ મને ઘણી રિવર્સ સ્વીપ જેવા ઘણાં બધા શોટ્સની પ્રેક્ટિસ કરાવી છે.”








