મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શાહરુખ અને સુહાના સાથે KKRને સપોર્ટ કરતી જોવા મળી અનન્યા પાંડે, અબરામ પણ આવ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે સુપર સન્ડેની પહેલી મેચ કોલ

શાહરુખ અને સુહાના સાથે KKRને સપોર્ટ કરતી જોવા મળી અનન્યા પાંડે, અબરામ પણ આવ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે સુપર સન્ડેની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ મેચમાં ફરી એકવાર KKR બોસ શાહરુખ ખાન જોવા મળ્યો હતો. તેની સાથે બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ જોવા મળી હતી. શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ ગ્રાઉન્ડ પર જોવા મળી હતી.

પર્પલ ટી-શર્ટ અને ચશ્મામાં દેખાયો શાહરુખ

શાહરુખ ખાન તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવા માટે પર્પલ ટી-શર્ટ પહેરીને આવ્યો હતો. તડકાથી પોતાને બચાવવા માટે તેણે ડાર્ક ચશ્મા પણ પહેર્યા હતા. આ લુકમાં તે ખૂબ જ સારો લાગી રહ્યો હતો. શાહરુખની સાથે તેનો સૌથી નાનો દીકરો અબરામ ખાન પણ કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવા આવ્યો હતો.

સુહાના બ્લેક ટી-શર્ટમાં કર્યું ફ્લોન્ટ

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન તેની ફ્રેન્ડ અનન્યા પાંડે સાથે ઈડન ગાર્ડન્સમાં જોવા મળી હતી. તેણે કોલકાતાને સપોર્ટ કરવા માટે ટીમના લોગો સાથે બ્લેક ટી-શર્ટ પહેરી હતી. બોલિવૂડ સ્ટાર અભિનેત્રી અનન્યા પાંડે કોલકાતા અને લખનૌ વચ્ચેની મેચમાં શાહરુખ ખાન સાથે સ્ટેન્ડમાં જોવા મળી હતી. તે કેકેઆરને સપોર્ટ કરવા આવી હતી.

ડી કોકના આઉટ થવા પર શાહરુખનું રિએક્શન થયું વાયરલ

લખનૌ સુપર જાયન્ટ્સની પહેલી વિકેટ ક્વિન્ટન ડી કોકના રૂપમાં પડી હતી. કોલકાતાના માલિક શાહરૂખ ખાન ડી કોકના આઉટ થયા બાદ ખૂબ જ ખુશ દેખાતો હતો. તે સ્ટેન્ડમાં જોરથી તાળીઓ પાડી રહ્યો હતો.

આ સમાચાર શેર કરો