મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

U19 World Cup Semifinal / અફઘાનિસ્તાને ભારતને આપ્યો 311 રનનો ટાર્ગેટ, ફૈઝલ અને ઉઝૈરુલ્લાહે ફટકારી સદી

અંડર-19 વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઈનલ મેચમાં અફઘાનિસ્તાને 310 રનનો મોટો સ્કોર બનાવ્યો

U19 World Cup Semifinal / અફઘાનિસ્તાને ભારતને આપ્યો 311 રનનો ટાર્ગેટ, ફૈઝલ અને ઉઝૈરુલ્લાહે ફટકારી સદી

અંડર-19 વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઈનલ મેચમાં અફઘાનિસ્તાને 310 રનનો મોટો સ્કોર બનાવ્યો છે. હવે ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા માટે ઇતિહાસ રચવો પડશે. અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં આટલો લક્ષ્ય ક્યારેય ચેઝ નથી થયો. જો આયુષ મ્હાત્રેની કેપ્ટનશિપ હેઠળની ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પહોંચવું હોય, તો તેણે ઈતિહાસ રચવો પડશે. સેમીફાઈનલમાં ભારત સામે અફઘાનિસ્તાન તરફથી ફૈઝલ શિનોઝાદાએ 110 અને ઉઝૈરુલ્લાહ નિયાઝઈએ અણનમ 101 રન બનાવ્યા હતા.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા અફઘાનિસ્તાનના ઓપનસ્ટાર્સે મજબૂત શરૂઆત આપી હતી. 13મી ઓવરમાં 53 રનના સ્કોર પર અફઘાનિસ્તાનની પહેલી વિકેટ પડી હતી. ખાલિદ અહમદઝઈ 39 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો, તેણે ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યો હતો. ત્યારબાદ તેનો સાથી ઉસ્માન સાદત 39 રન બનાવીને આઉટ થયો. તેણે 70 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.

117ના સ્કોર પર બે વિકેટ પડ્યા બાદ ત્રીજી વિકેટ માટે 148 રનની પાર્ટનરશિપ થઈ. ફૈઝલ શિનોઝાદાએ આ વર્લ્ડ કપમાં પોતાની બીજી સદી ફટકારી. તેણે 93 બોલમાં 15 ચોગ્ગા સાથે 110 રન બનાવ્યા હતા. ઉઝૈરુલ્લાહ નિયાઝઈએ 86 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 101 રન બનાવ્યા હતા.

435 રન સાથે ફૈઝલ શિનોઝાદા હવે  અંડર-19 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. ઈનિંગના અંતમાં અબ્દુલ અઝીઝ ત્રણ બોલમાં સાત રન બનાવીને અણનમ રહ્યોહતો. અઝીજુલ્લાહ મિયાખિલે નવ બોલમાં 12 રન બનાવ્યા હતા.

ભારત તરફથી બોલિંગ કરતા દીપેશ દેવેન્દ્રને 10 ઓવરમાં 64 રન આપીને 2 વિકેટ લીધી હતા. કનિષ્ક ચૌહાણે પણ 9 ઓવરમાં 55 રન આપીને 2 અફઘાન બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

અંબરીશે 9 ઓવરમાં 65 રન આપ્યા હતા. હેનિલ પટેલ પણ વિકેટ નહતો લઈ શક્યો, તેણે 10 ઓવરમાં 56 રન આપ્યા હતા. ખિલાન પટેલ સૌથી ઈકોનોમિકલ બોલર હતો, તેણે 10 ઓવરમાં 49 રન આપ્યા, પરંતુ કોઈ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો.

આ સમાચાર શેર કરો