Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Delhi Capitals reaches in the final of WPL for the fourth consecutive time

WPL 2026 / એલિમિનેટરમાં ગુજરાતને હરાવી ફાઈનલમાં પહોંચી દિલ્હી, ટાઈટલ મેચમાં RCB સામે થશે ટક્કર

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2026
લાઇવ ટીવીGoogle News
WPL 2026 / એલિમિનેટરમાં ગુજરાતને હરાવી ફાઈનલમાં પહોંચી દિલ્હી, ટાઈટલ મેચમાં RCB સામે થશે ટક્કર
સોર્સ : GSTV

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની એલિમિનેટર મેચ વડોદરામાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. જેમાંપ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 7 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે ફક્ત 15.4 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો, જેનાથી ટીમે સતત ચોથી વખત ફાઈનલમાં સ્થાન મેળવ્યું.

App Store

ગુજરાત માટે બેથ મૂનીએ સારી બેટિંગ કરી, પરંતુ અન્ય બેટ્સમેન સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગઈ. પરિણામે, ગુજરાતની ટીમ મોટો સ્કોર બનાવવામાં અસમર્થ રહી અને 7 વિકેટથી મેચ હારી ગઈ. આ સતત ચોથું વર્ષ છે જ્યારે ગુજરાત ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું છે.

ગુજરાતની બેટિંગ

દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ગુજરાતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. ઓપનર બેથ મૂનીએ ગુજરાત માટે સૌથી વધુ અણનમ 62 રન બનાવ્યા. જ્યોર્જિયા વેરહમે પણ 25 બોલમાં 35 રન બનાવીને ગુજરાતને 168 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

દિલ્હીની બોલિંગની વાત કરીએ, તો ચિનેલ હેનરીએ શાનદાર બોલિંગ કરી હતી, હેનરીએ 4 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ લીધી હતી. નંદિની શર્માએ પણ 2 વિકેટ લીધી, જેના કારણે ગુજરાત મોટો સ્કોર ન કરી શક્યું.

દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત

ગુજરાત જાયન્ટ્સ દ્વારા આપેલા 169 રનનો ટાર્ગેટ દિલ્હીએ 15.4 ઓવરમાં જ ચેઝ કરી લીધો. દિલ્હી કેપિટલ્સની ઓપનર્સે મજબૂત શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 89 રનની પાર્ટનરશિપ કરી. લિઝેલ લીએ 24 બોલમાં 43 રન બનાવ્યા, જ્યારે શેફાલી વર્માએ 21 બોલમાં 31 રન બનાવ્યા હતા. કેપ્ટન જેમિમા રોડ્રિગ્સે પણ શાનદાર બેટિંગ કરી અને 23 બોલમાં 41 રન બનાવ્યા હતા.

દિલ્હીનો સામનો ફાઇનલમાં RCB સાથે થશે

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ સિઝનમાં પોઈન્ટ્સ ટેબલ પર પ્રથમ સ્થાને રહી હતી, જેના કારણે RCBની ટીમ ફાઈનલ માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ હતી. હવે તે ફાઈનલમાં દિલ્હીનો સામનો કરશે. દિલ્હી સતત ચોથી સિઝનમાં WPLની ફાઈનલમાં પહોંચી છે. WPL 2026ની ફાઈનલ 5 ફેબ્રુઆરીના રોજ વડોદરાને કોટંબી સ્ટેડિયમમાં રમાશે.