Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : CSK's CEO Kasi Viswanathan makes revelation about venturing into women's cricket

WPLમાં રમશે CSKની ટીમ? મહિલા ક્રિકેટમાં પ્રવેશવા અંગે ફ્રેન્ચાઈઝીના CEO કાસી વિશ્વનાથને કર્યો મોટો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 03 Feb 2026
લાઇવ ટીવીGoogle News
WPLમાં રમશે CSKની ટીમ? મહિલા ક્રિકેટમાં પ્રવેશવા અંગે ફ્રેન્ચાઈઝીના CEO કાસી વિશ્વનાથને કર્યો મોટો ખુલાસો
સોર્સ : GSTV

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સૌથી સફળ ટીમોમાંથી એક ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) મહિલા ક્રિકેટમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. પાંચ વખતની IPL ચેમ્પિયન CSKના CEO કાસી વિશ્વનાથને ખુલાસો કર્યો છે કે આગામી વર્ષોમાં ફ્રેન્ચાઈઝીનો વિસ્તાર થશે, જેમાં મહિલા ક્રિકેટ તેની ટોચની પ્રાથમિકતા રહેશે. આનો અર્થ એ થયો કે આવનારા વર્ષોમાં CSKની ટીમ હવે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માં રમતી જોવા મળી શકે છે.

App Store

CSKના CEO કાસી વિશ્વનાથને મોટો ખુલાસો કર્યો

3 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાસી વિશ્વનાથને જણાવ્યું હતું કે ફ્રેન્ચાઈઝી ભવિષ્યમાં મહિલા ક્રિકેટમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય તાત્કાલિક નહીં લાગુ કરવામાં આવે, પરંતુ CSK મહિલા ક્રિકેટમાં રોકાણ કરવા તૈયાર છે.

તેમણે કહ્યું, "તાત્કાલિક નહીં, પરંતુ આગામી વર્ષોમાં CSK ચોક્કસપણે વિસ્તરણ કરશે. અમારી પહેલી પ્રાથમિકતા મહિલા ક્રિકેટ હશે અને અમે અન્ય રમતોમાં પણ તકો શોધી શકીએ છીએ."

આ IPL ટીમો WPLનો ભાગ નથી

2023માં શરૂ થયેલી વિમેન્સ પ્રીમિયર લીગની ચોથી સિઝન ચાલી રહી છે. CSK તે IPL ફ્રેન્ચાઈઝીઓમાંથી એક છે જેની WPLમાં ટીમ નથી. હાલમાં, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશ પાંચ ટીમો WPLમાં રમે છે. CSK ઉપરાંત પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી મોટી ફ્રેન્ચાઈઝીઓ હજુ સુધી WPLમાં નથી જોડાઈ.

જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણીણા ફ્રેન્ચાઈઝીના માલિકો WPLમાં નવી ટીમો ઉમેરવા વિશે ખુલીને વાત કરી રહ્યા છે. WPL ઓક્શનન દરમિયાન, દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે જણાવ્યું હતું કે BCCI WPLનો વિસ્તાર કરવા પર ગંભીરતાથી વિચારી રહ્યું છે. જિંદાલના મતે લાંબા ગાળે BCCI વર્તમાન કારવાં મોડેલ (જ્યાં મેચ ફક્ત બે-ત્રણ સ્થળોએ યોજવામાં આવે છે) થી અલગ સંપૂર્ણ હોમ એન્ડ અવે ફોર્મેટ તરફ આગળ વધવાનું લક્ષ્ય રાખે છે.