IND vs PAK / પાકિસ્તાન દ્વારા મેચ બોયકોટ કરવા પર આવ્યું BCCIનું રિએકશન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું

T20 વર્લ્ડ કપ 2026 પહેલા હજુ પણ વિવાદ ચાલુ છે. પાકિસ્તાન સરકારે તેની ટીમને 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાન શ્રીલંકામાં આખી ટુર્નામેન્ટ રમવાનું છે, પરંતુ તેને ફક્ત ભારત સામેની મેચથી જ વાંધો છે. હવે BCCIના વાઈસ પ્રેસીડેન્ટ રાજીવ શુક્લાએ પાકિસ્તાનના બહિષ્કારના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે.
BCCIના વાઈસ પ્રેસીડેન્ટ બહિષ્કારના મુદ્દા પર મૌન તોડ્યું
T20 વર્લ્ડ કપમાં ભારત સામે ન રમવાના નિર્ણય બદલ પાકિસ્તાનને ઘણી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન, BCCIના વાઈસ પ્રેસીડેન્ટ રાજીવ શુક્લાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે બહિષ્કાર પર ICCના નિવેદનને યોગ્ય ઠેરવ્યું છે. શુક્લાએ કહ્યું, "ICC એ એક કડક નિવેદન જારી કર્યું છે. તેઓએ રમતગમતની ભાવના વિશે વાત કરી છે. અમે ICCની વાત સાથે સંપૂર્ણપણે સંમત છીએ. જ્યાં સુધી અમે ICC સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી BCCI કોઈ કમેન્ટ નહીં કરે."
ICCએ પોતાના નિવેદનમાં શું કહ્યું?
પાકિસ્તાન સરકારની જાહેરાત બાદ ICCએ પાકિસ્તાનના ભારત સામેની મેચના બહિષ્કાર અંગે નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં તેણે PCB પાસેથી સત્તાવાર પ્રતિભાવની માંગ કરી હતી. ICCએ ખેલ ભાવનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સરકારની ભૂમિકા અલગ છે. ICCએ PCBને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાની સલાહ આપી.
ICCએ એમ પણ કહ્યું કે આનાથી પાકિસ્તાનના ક્રિકેટ પર નકારાત્મક અસર પડી શકે છે. ICCએ એમ પણ કહ્યું કે તે તેના પૂર્ણ સભ્ય પાકિસ્તાનને T20 વર્લ્ડ કપમાં ભાગ લેતા જોવા માંગે છે અને સર્વસંમતિથી એક નિર્ણય પર પહોંચવા માંગે છે. અહેવાલ છે કે ICC આગામી બે દિવસમાં પાકિસ્તાનના બહિષ્કારના નિર્ણય પર ચર્ચા કરવા માટે એક મીટીંગ યોજવાનું છે.

