Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : These 5 oldest players will play in the T20 World Cup 2026

T20 વર્લ્ડ કપ 2026 / ટુર્નામેન્ટમાં રમશે આ 5 મોટી ઉંમરના ખેલાડીઓ, યુવા પ્લેયર્સને આપશે ટક્કર

Timeછેલ્લું અપડેટ : 03 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 વર્લ્ડ કપ 2026 / ટુર્નામેન્ટમાં રમશે આ 5 મોટી ઉંમરના ખેલાડીઓ, યુવા પ્લેયર્સને આપશે ટક્કર
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026 થોડા દિવસોમાં શરૂ થવાનો છે. T20ને યુવા ખેલાડીઓના ક્રિકેટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં આક્રમક બેટિંગની જરૂર હોય છે. જોકે, આ ફોર્મેટમાં વિસ્ફોટક બેટિંગ અને અનુભવી ખેલાડીઓ બંનેની જરૂર છે. જ્યારે મોટાભાગની ટીમોએ T20 વર્લ્ડ કપમાં યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે કેટલાક મોટી ઉંમરના ખેલાડીઓએ પણ સ્થાન મેળવ્યું છે. ચાલો T20 વર્લ્ડ કપ 2026નો ભાગ બનનાર 5 મોટી ઉંમરના ખેલાડીઓ વિશે જાણીએ.

App Store

મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન)

અફઘાનિસ્તાનનો સૌથી સફળ અને અનુભવી ખેલાડી મોહમ્મદ નબી વધુ એક T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે તૈયાર છે. નબી હાલમાં 41 વર્ષનો છે અને તેણે 2010માં પોતાનું ડેબ્યુ કર્યું હતું. તેણે 147 T20I મેચમાં ભાગ લીધો છે, જેમાં તેણે 2,430 રન બનાવ્યા છે અને 104 વિકેટ લીધી છે.

રોએલોફ વેન ડર મેર્વ (નેધરલેન્ડ્સ)

સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ખેલાડી રોએલોફ વેન ડર મેર્વ હવે નેધરલેન્ડ્સની ટીમનો ભાગ છે. તે તાજેતરમાં 41 વર્ષનો થયો છે. તેણે 67 T20I રમી છે અને તેમાં 74 વિકેટ લીધી છે, આ સિવાય તેણે 561 રન પણ બનાવ્યા છે. આ ઓલરાઉન્ડર T20 વર્લ્ડ કપમાં યુવા ખેલાડીઓને ટક્કર આપશે.

વેન મેડસેન (ઇટલી)

ઇટલીનો કેપ્ટન વાન મેડસેન 42 વર્ષનો છે. તેણે બહુ ઓછું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું છે પરંતુ તે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ઇટલી પહેલીવાર T20 વર્લ્ડ કપમાં રમી રહ્યું છે અને આ ટુર્નામેન્ટમાં વેન મેડસેન પાસેથી ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

બ્રેન્ડન ટેલર (ઝિમ્બાબ્વે)

40 વર્ષીય બ્રેન્ડન ટેલર T20 વર્લ્ડ કપ 2026માં ધૂમ મચાવશે. તે ઝિમ્બાબ્વેના સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. આ અનુભવી ખેલાડીએ 58 T20I મેચ રમી છે, જેમાં તેણે 1185 રન બનાવ્યા છે. તે વર્લ્ડ કપમાં પણ ધમાલ મચાવી શકે છે.

મોહમ્મદ નદીમ (ઓમાન)

ઓમાનનો કેપ્ટન મોહમ્મદ નદીમ T20 વર્લ્ડ કપમાં રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી હશે. તે 43 વર્ષનો છે અને તેણે ઓમાન માટે 70 T20I મેચ રમી છે. નદીમ તેની ટીમને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહ્યો હતો. હવે તે આ ટુર્નામેન્ટમાં યુવા ખેલાડીઓને ટક્કર આપશે.