Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Player Who Played in the Hockey World Cup is Now Captain of Cricket Team

T20 World Cup 2026 / જેણે 20 વર્ષ પહેલા રમ્યો હતો હોકી વર્લ્ડ કપ, તે ખેલાડી બન્યો ક્રિકેટ ટીમનો કેપ્ટન

Timeછેલ્લું અપડેટ : 03 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 / જેણે 20 વર્ષ પહેલા રમ્યો હતો હોકી વર્લ્ડ કપ, તે ખેલાડી બન્યો ક્રિકેટ ટીમનો કેપ્ટન
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026 થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ 20 ટીમોમાંથી એક ટીમનો કેપ્ટન ક્રિકેટ પહેલા હોકી રમી ચૂક્યો છે. આ દેશની ક્રિકેટ ટીમનો કેપ્ટન બનતા પહેલા તે બીજા દેશ માટે હોકી વર્લ્ડ કપમાં રમ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ વેન મેડસેનની જે 20 વર્ષ પહેલા સાઉથ આફ્રિકા માટે હોકી વર્લ્ડ કપમાં રમ્યો હતો અને હાલમાં T20 વર્લ્ડ કપમાં ઇટલીની ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.

App Store

ઇટલીનો 42 વર્ષીય કેપ્ટન વેન મેડસેન

ઇટલીની આશાઓ 42 વર્ષીય બેટ્સમેન વેન મેડસેન પર ટકેલી છે, જે વિશ્વભરની વિવિધ T20 લીગમાં રમવાનો અનુભવ ધરાવે છે. ઇટલીની ક્રિકેટ ટીમને વેન મેડસેનના અનુભવોનો ઘણો ફાયદો મળી શકે છે.

ઇટલીએ કેનેડા સામે વોર્મ-અપ મેચ જીતી

ઇટલીની ટીમ 9 ફેબ્રુઆરીએ સ્કોટલેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2026માં તેના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા તેણે 2 ફેબ્રુઆરીએ કેનેડા સામેની મેચમાં ટુર્નામેન્ટ માટેની તેની તૈયારીઓની ઝલક આપી હતી. ઇટલીએ ચેન્નાઈમાં તેની પ્રથમ વોર્મઅપ મેચમાં કેનેડાને 10 રનથી હરાવ્યું હતું.

ઇટલીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 156 રન બનાવ્યા હતા. જેજે સ્મટે સૌથી વધુ 49 રન બનાવ્યા. કેપ્ટન વેન મેડસેનનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નહતું રહ્યું, તેણે 11 બોલમાં એક ચોગ્ગાની મદદથી માત્ર 10 રન બનાવ્યા હતા. 20 ઓવરમાં 157 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે કેનેડા 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ, વેન મેડસેનની કેપ્ટનશિપ હેઠળ ઇટલી તેની પ્રથમ વોર્મઅપ મેચ જીતવામાં સફળ રહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેન મેડસનનું કરિયર

20 વર્ષ પહેલા સાઉથ આફ્રિકા માટે હોકી વર્લ્ડ કપ રમનારા અને હવે ઇટલીની ક્રિકેટ ટીમના કેપ્ટન બનેલા 42 વર્ષીય વેન મેડસન પાસે 7 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે. તે સાત મેચોમાં તેણે બે અડધી સદી સાથે 205 રન બનાવ્યા છે. ક્રિકેટમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી જુલાઈ 2023માં શરૂ થઈ હતી.

મેડસનને 219 T20 મેચો રમવાનો અનુભવ છે, તેણે 211 ઈનિંગ્સમાં 5516 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 25 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે 22 વિકેટ પણ લીધી છે. આ 219 મેચોમાં તેણે T20 બ્લાસ્ટમાં 177, ધ હન્ડ્રેડમાં 22, SA20માં 4 અને PSLમાં 2 મેચ રમી છે, જ્યારે બાકીની 7 T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી છે.