T20 World Cup 2026 / ઓસ્ટ્રેલિયાની ટીમમાં થયા ફેરફાર, પેટ કમિન્સ બહાર થયો; આ ખેલાડીઓને મળી જગ્યા

T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. તેનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ ટુનાર્મેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈજાને કારણે તે આ T20 વર્લ્ડ કપ મિસ કરશે. તેના સ્થાને બેન દ્વારશુઇસે ટીમમાં જગ્યા મળી છે. ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ 2026 માટે તેની ફાઈનલ ટીમ જાહેર કરી છે, જેમાં કમિન્સ સહિત બે ફેરફારો કરવામાં આવ્યા છે.
કમિન્સ હજુ પણ તેની પીઠની ઈજામાંથી સ્વસ્થ નથી થયો
T20 વર્લ્ડ કપ 2026 માટે ઓસ્ટ્રેલિયાની ફાઈનલ ટીમમાંથી માત્ર કમિન્સનું નામ જ ગાયબ નહતું, પરંતુ મેથ્યુ શોર્ટને પણ બહાર કરવામાં આવ્યો હતો. કમિન્સ હજુ પણ તેની પીઠની ઈજામાંથી સ્વસ્થ નથી થયો અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. T20 વર્લ્ડ કપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે.
કમિન્સ અને શોર્ટની જગ્યાએ કોને તક મળી?
લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર બેન દ્વારશુઇસને પેટ કમિન્સની જગ્યાએ ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મેથ્યુ શોર્ટની જગ્યાએ મેટ રેનશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ સિલેક્ટર ટોની ડોડમેડે આશા વ્યક્ત કરી હતી કે બંને ખેલાડીઓ ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરશે.
બેન અને રેનશોની પસંદગી શા માટે કરવામાં આવી?
પેટ કમિન્સના સ્થાને બેન દ્વારશુઇસનો સમાવેશ કરવા અંગે ઓસ્ટ્રેલિયન સિલેક્ટરે જણાવ્યું હતું કે તે ટીમને લેફ્ટ આર્મ પેસરનો વિકલ્પ આપશે. તેણે ઉમેર્યું હતું કે તે એક સારો ફિલ્ડર છે અને ઈનિંગના અંતમાં સ્કોરબોર્ડમાં કેટલાક રન પણ ઉમેરી શકે છે. તેણે ઉમેર્યું હતું કે મેટ રેનશોએ પણ તમામ ફોર્મેટમાં પ્રભાવિત કર્યા છે. તે ટીમના મિડલ ઓર્ડરને મજબૂત બનાવશે.
દ્વારશુઇસ અને રેનશોનું T20Iમાં પ્રદર્શન
બેન દ્વારશુઇસે ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી 13 T20I રમ્યા છે, જેમાં 20 વિકેટ લીધી છે. તેણે નવેમ્બર 2025માં બ્રિસ્બેનમાં ભારત સામે તેની છેલ્લી T20I મેચ રમી હતી. મેટ રેનશોએ ફક્ત એક T20I મેચ રમી છે. તેનુંT20I ડેબ્યુ આ વર્ષે 29 જાન્યુઆરીએ લાહોરમાં પાકિસ્તાન સામે થયું હતું.
T20 વર્લ્ડ કપ 2026 માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
મિચેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ, કેમેરોન ગ્રીન, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, જોશ હેઝલવુડ, મેથ્યુ કુન્હેમન, ગ્લેન મેક્સવેલ, મેટ રેનશો, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝામ્પા.

