મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 / શુભમન ગિલને જોવા ન્યૂઝીલેન્ડથી લખનૌ પહોંચ્યા 2 નાના ફેન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર

IPL 2024ની 21મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ મેચ લખન

IPL 2024 / શુભમન ગિલને જોવા ન્યૂઝીલેન્ડથી લખનૌ પહોંચ્યા 2 નાના ફેન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર

IPL 2024ની 21મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલના બે નાના ચાહકો લગભગ 12 હજાર કિલોમીટરનું અંતર કાપીને ન્યુઝીલેન્ડથી તેમના મનપસંદ ખેલાડીને સપોર્ટ કરવા આવ્યા હતા. લખનૌના ઈકાના સ્ટેડિયમમાં બંને નાના બાળકો પોસ્ટરો સાથે તેમના પ્રિય ખેલાડી શુભમન ગિલને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.

GTના કેપ્ટનને મળવા પહોંચ્યા બે નાના ફેન્સ

લખનૌના ઈકાના સ્ટેડિયમ પહોંચેલા બે નાના બાળકોએ પોસ્ટરમાં લખ્યું હતું કે, તેઓએ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચથી લગભગ 12 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે. પોસ્ટરમાં આગળ લખ્યું હતું કે, તેઓ શુભમન ગિલ અને કેન વિલિયમસનને IPLમાં બેટિંગ કરતા જોવા માંગે છે. આ સિવાય તેઓ મેચ બાદ શુભમન ગિલ અને કેન વિલિયમસનને મળવા પણ માંગે છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

LSGએ ગુજરાતને 33 રને હરાવ્યું

મેચની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કે.એલ રાહુલે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા LSGએ 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં શુભમન ગિલની ટીમ 130 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. LSGએ ગુજરાત ટાઇટન્સને 33 રને હરાવ્યું હતું. GT તરફથી કેપ્ટન શુભમન ગિલ 21 બોલમાં 19 રન બનાવ્યા હતા. યશ ઠાકુરે શુભમન ગિલને પોતાનો શિકાર બનાવ્યો હતો.

આ સમાચાર શેર કરો