મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત

બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાને 29મી જૂન 2024થી દરેક ભારતીયના હૃદયમાં વિશેષ સ્થ

T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત

બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાને 29મી જૂન 2024થી દરેક ભારતીયના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. આ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ રોહિત શર્માની કેપ્ટન્સીમાં 7 રનથી જીતીને ટીમ ઈન્ડિયાએ ICC ટ્રોફી જીતવાના 11 વર્ષના લાંબા દુષ્કાળનો પણ અંત લાવી દીધો હતો.

BCCIએ T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. BCCI સેક્રેટરીએ જય શાહે જણાવ્યું હતું કે, ‘ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 જીતવા માટે ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને ખેલદિલી પ્રદર્શિત કરી છે. આ અદ્ભુત સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન!’

રોહિતને જોઈને બધાને સચિન યાદ આવી ગયો

રોહિત શર્માનો આ વીડિયો જોયા બાદ તમામ ભારતીય ફેન્સને સચિન તેંડુલકરની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ યાદ આવી ગઈ હતી જ્યારે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી અને આ મેચ પૂરી થયા બાદ તે પીચ પર ગયો હતો અને નમન કર્યું હતું. તમને જણાવી દઈએ કે રોહિતની સાથે વિરાટ કોહલીએ પણ ફાઈનલ મેચ બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

છેલ્લી ચાર ઓવરમાં મેચ પલટાઈ ગઈ

તમને જણાવી દઈએ કે મેચમાં એક સમયે ભારતીય ટીમ બેક ફૂટ પર જોવા મળી હતી. દક્ષિણ આફ્રિકાએ હેનરિક ક્લાસેન (52)ની ઇનિંગની મદદથી મેચ પર પકડ બનાવી રાખી હતી. પરંતુ ભારતે છેલ્લી ચાર ઓવરોમાં બાજી પલટી. જસપ્રીત બુમરાહે માર્કો જેન્સનને આઉટ કર્યો અને ઓવરમાં માત્ર બે રન આપ્યા. ત્યારબાદ અર્શદીપ સિંહે 19મી ઓવરમાં ચાર રન ખર્ચ્યા હતા. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં વર્ચસ્વ જમાવ્યું અને ડેવિડ મિલર અને કાગિસો રબાડાની વિકેટ લીધી. સૂર્યકુમાર યાદવ (SuryaKumar Yadav)નો કેચ ક્રિકેટ ચાહકો લાંબા સમય સુધી યાદ રાખશે.

વિરાટ કોહલી- રોહિત શર્માનો ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ

ભારતીય ક્રિકેટ ટીમ માટે 29 જૂન 2024ની તારીખ યાદગાર બની ગઇ છે. આ સાથે જ આ તારીખે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ પહેલા વિરાટ કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.તે બાદ રોહિત શર્માએ પણ ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે.

આ સમાચાર શેર કરો