મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

ધન રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત મળશે, જાણો 28 ઑક્ટોબરનું તમારું રાશિફળ

આજનું નક્ષત્ર:- પૂર્વ ફાલ્ગુની ( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા ) મેષ રાશિઃ વિદેશથી આવકના નવા માર્ગ

ધન રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત મળશે, જાણો 28 ઑક્ટોબરનું તમારું રાશિફળ

આજનું નક્ષત્ર:- પૂર્વ ફાલ્ગુની 

( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા )

મેષ રાશિઃ 
વિદેશથી આવકના નવા માર્ગ મળશે. 
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે. 
કોર્ટકેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.

વૃષભ રાશિઃ 
પારિવારિક સુખ સારું રહેશે. 
કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે. 
આવકના માર્ગમાં વધારો થશે. 
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે. 

મિથુન રાશિઃ 
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ડાયાબિટીસના દર્દી ની કાળજી રાખે. 
પિતા સાથે વૈચારિક થઈ શકે છે.
કલાત્મક કાર્યમાં રુચિ આવશે.

કર્ક રાશિઃ
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.
મોટા ભાઈ બહેનનું સાથ સહકાર મળશે. 
ઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન ન થાય તે બાબત સાવચેત રહેવું.
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. 

સિંહ રાશિઃ 
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. 
વ્યાપારી વર્ગને વ્યાપારમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
નવા ઘરની ખરીદી થઈ શકે છે. 
વિદેશને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા. 

કન્યા રાશિઃ
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે. 
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 
ગીત-સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.

તુલા રાશિઃ
જમીનની લે-વેચ કરતા વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
ધાર્મિક કાર્યમાં ધન ખર્ચ પ્રમાણ વધશે. 
દૂધની વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

વૃશ્ચિક રાશિઃ
તમારા વ્યક્તિત્વથી લોકો આકર્ષિત થશે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે. 
સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.
અતિ માનસિક વિચારણા કારણે ઊંઘ પર અસર થઈ શકે છે.

ધન રાશિઃ   
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. 
વિદેશથી આવકના નવા સ્રોત મળશે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.

મકર રાશિઃ 
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. 

કુંભ રાશિઃ
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 

મીન રાશિઃ
આકસ્મિક ધન હાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે. 
ધાર્મિક સ્થળે મુલાકાતે જવાનું થઈ શકે છે

આ સમાચાર શેર કરો