નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠનો સમય ન હોય તો કરો સિદ્ધ કુંજિકા સ્તોત્ર, મળશે અચૂક ફળ

નવરાત્રીના પવિત્ર દિવસો દરમિયાન જગતજનની મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તો શ્રદ્ધાપૂર્વક દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે. જોકે, દુર્ગા સપ્તશતીના તમામ ૧૩ અધ્યાયો અને સંબંધિત વિધિ-વિધાનોનો સંપૂર્ણ પાઠ કરવો ઘણો લાંબો અને સમય માંગી લે તેવો હોય છે.
ખાસ કરીને નોકરીયાત વર્ગ કે વ્યસ્ત દિનચર્યા ધરાવતા લોકો માટે રોજ આટલો સમય ફાળવવો મુશ્કેલ બની જતો હોય છે. આવી સ્થિતિમાં, ઓછા સમયમાં પણ સમગ્ર દુર્ગા સપ્તશતીના પાઠ જેટલું જ પૂર્ણ ફળ મેળવવાનો એક અચૂક ઉપાય શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યો છે—અને તે છે ‘સિદ્ધ કુંજિકા સ્તોત્ર’.
સિદ્ધ કુંજિકા સ્તોત્રનું મહત્ત્વ અને લાભ
સિદ્ધ કુંજિકા સ્તોત્ર દુર્ગા સપ્તશતીનો જ એક અત્યંત શક્તિશાળી ભાગ છે. જો જીવનમાં વારંવાર અવરોધો આવતા હોય, શત્રુઓ પર વિજય મેળવવો હોય, દેવામુક્તિ જોઈતી હોય કે પછી કારકિર્દી, શિક્ષણ તેમજ શારીરિક-માનસિક શાંતિ પ્રાપ્ત કરવી હોય, તો સિદ્ધ કુંજિકા સ્તોત્રનો નિયમિત પાઠ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
જ્યારે વ્યક્તિને કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ ન મળતો હોય કે માર્ગ ન દેખાતો હોય, ત્યારે આ સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી મા ભગવતી સ્વયં રક્ષણ કરે છે અને મુશ્કેલીઓ દૂર કરે છે.
ભગવાન શિવે પ્રગટ કર્યું આ ગુપ્ત રહસ્ય
રુદ્રયામલ તંત્રના ગૌરી તંત્રમાં સ્વયં ભગવાન શિવે માતા પાર્વતી સમક્ષ આ સ્તોત્રનો મહિમા પ્રગટ કર્યો છે. મહાદેવ જણાવે છે કે જો સાધક માત્ર ‘સિદ્ધ કુંજિકા સ્તોત્ર’નો પાઠ કરે, તો તેને કવચ, અર્ગલા સ્તોત્ર, કીલક સ્તોત્ર, રહસ્ય, સૂક્ત, ધ્યાન કે ન્યાસનો અલગથી પાઠ કરવાની પણ જરૂર રહેતી નથી.
ફક્ત કુંજિકા સ્તોત્રના શ્રદ્ધાપૂર્વકના પાઠ માત્રથી જ સંપૂર્ણ દુર્ગા સપ્તશતીના પાઠનું અને મૂળ મંત્રોનું પુણ્યફળ પ્રાપ્ત થઈ જાય છે. આ સ્તોત્રમાં સમાવિષ્ટ બીજમંત્રો, સ્વર અને વ્યંજનોના વિશિષ્ટ ધ્વનિ સાધકના મન અને આત્મામાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે અને જીવનના તમામ કષ્ટો સામે દૈવી કવચ બનીને રક્ષણ પૂરું પાડે છે.
श्री_सिद्धकुंजिकास्तोत्रम् *
शिव उवाच-
शृणु देवि प्रवक्ष्यामि कुंजिकास्तोत्रमुत्तमम्।
येन मन्त्रप्रभावेण चण्डीजापः भवेत्।।१।।
न कवचं नार्गलास्तोत्रं कीलकं न रहस्यकम्।
न सूक्तं नापि ध्यानं च न न्यासो न च वार्चनम्।।२।।
कुंजिकापाठमात्रेण दुर्गापाठफलं लभेत्।
अति गुह्यतरं देवि देवानामपि दुर्लभम्।।३।।
गोपनीयं प्रयत्नेन स्वयोनिरिव पार्वति।
मारणं मोहनं वश्यं स्तम्भनोच्चाटनादिकम्।
पाठमात्रेण संसिद्ध्येत् कुंजिकास्तोत्रमुत्तमम्।।४।
अथ मन्त्रः-
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे। ॐ ग्लौं हुं क्लीं जूं सः ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल
ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ज्वल हं सं लं क्षं फट् स्वाहा।
इति मन्त्रः।।
नमस्ते रुद्ररूपिण्यै नमस्ते मधुमर्दिनि।
नमः कैटभहारिण्यै नमस्ते महिषार्दिनि।।1।
नमस्ते शुम्भहन्त्र्यै च निशुम्भासुरघातिन।।2।।
जाग्रतं हि महादेवि जपं सिद्धं कुरुष्व मे।
ऐंकारी सृष्टिरूपायै ह्रींकारी प्रतिपालिका।।3।।
क्लींकारी कामरूपिण्यै बीजरूपे नमोऽस्तु ते।
चामुण्डा चण्डघाती च यैकारी वरदायिनी।।4।।
विच्चे चाभयदा नित्यं नमस्ते मंत्ररूपिण।।5।।
धां धीं धूं धूर्जटेः पत्नी वां वीं वूं वागधीश्वरी।
क्रां क्रीं क्रूं कालिका देविशां शीं शूं मे शुभं कुरु।।6।।
हुं हुं हुंकाररूपिण्यै जं जं जं जम्भनादिनी।
भ्रां भ्रीं भ्रूं भैरवी भद्रे भवान्यै ते नमो नमः।।7।।
अं कं चं टं तं पं यं शं वीं दुं ऐं वीं हं क्षं।
धिजाग्रं धिजाग्रं त्रोटय त्रोटय दीप्तं कुरु कुरु स्वाहा।।8।।
पां पीं पूं पार्वती पूर्णा खां खीं खूं खेचरी तथा।
सां सीं सूं सप्तशती देव्या मंत्रसिद्धिंकुरुष्व मे।।9।।
इदंतु कुंजिकास्तोत्रं मंत्रजागर्तिहेतवे।
अभक्ते नैव दातव्यं गोपितं रक्ष पार्वति।।10।।
यस्तु कुंजिकया देविहीनां सप्तशतीं पठेत्।
न तस्य जायते सिद्धिररण्ये रोदनं यथा।।11।।
।। इति श्रीरुद्रयामले गौरीतंत्रे शिवपार्वती संवादे कुंजिकास्तोत्रं संपूर्णम् ।।








