મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

નવરાત્રીમાં કોડીના આ અચૂક ઉપાયો દૂર કરશે આર્થિક સંકટ, ઘરમાં થશે ધનવર્ષા

નવરાત્રીમાં કોડીના આ અચૂક ઉપાયો દૂર કરશે આર્થિક સંકટ, ઘરમાં થશે ધનવર્ષા
તસવીર: AI IMAGE

ધાર્મિક ગ્રંથો અનુસાર, નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન નવ દિવસ સુધી આદિશક્તિ મા દુર્ગાની પૂજા-અર્ચના કરવાનો વિશેષ મહિમા છે. માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન શક્તિ સ્વરૂપા જગતજનની પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે પૃથ્વીલોક પર પધારે છે.

સનાતન ધર્મમાં વર્ષ દરમિયાન કુલ ચાર નવરાત્રી આવે છે—જેમાં બે પ્રત્યક્ષ (ચૈત્ર અને શારદીય) તથા બે ગુપ્ત નવરાત્રી (માઘ અને અષાઢ) હોય છે. પ્રત્યક્ષ નવરાત્રીમાં દેવી ઉપાસના અને વ્રત કરવાથી ભૌતિક સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, જ્યારે ગુપ્ત નવરાત્રીમાં સાધના કરવાથી દરેક ક્ષેત્રમાં સિદ્ધિ અને સફળતા મળે છે. નવરાત્રી દરમિયાન સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે, જેમાં કોડીના ઉપાયો અત્યંત ચમત્કારી માનવામાં આવે છે. આવો જાણીએ કોડી સાથે જોડાયેલા ખાસ ઉપાયો વિશે...

નવરાત્રીમાં કોડીનું મહત્ત્વ

હિન્દુ ધર્મમાં પૂજાવિધિ દરમિયાન કોડીનું વિશેષ સ્થાન છે. પ્રાચીન કાળથી જ કોડીને ધન અને વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલી કોડી સીધી રીતે ધનની દેવી મા લક્ષ્મી સાથે જોડાયેલી છે. નવરાત્રી દરમિયાન કોડીના વિશેષ ઉપાય કરવાથી આર્થિક તંગી અને દેવામાંથી મુક્તિ મળે છે તથા ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે.

કોડીના ચમત્કારી ઉપાય અને પૂજાવિધિ

દેવામુક્તિ અને ધનલાભ માટેનો ઉપાય:

નવરાત્રીની આઠમ (દુર્ગાષ્ટમી) કે નોમ (મહાનવમી)ની તિથિએ ૫, ૭, ૯, ૧૧ અથવા ૨૧ કોડી લો. તેને ગંગાજળથી પવિત્ર કરી હળદર કે કંકુનું તિલક કરીને પૂજાસ્થાન પર સ્થાપિત કરો. ત્યારબાદ મા દુર્ગાની વિધિવત્ પૂજા કરી દુર્ગા સપ્તશતીનો પાઠ અને આરતી કરો. પૂજા સંપન્ન થયા બાદ આ કોડીઓને લાલ વસ્ત્રમાં બાંધીને રાત્રે સૂતી વખતે પોતાના ઓશીકા નીચે રાખો. માન્યતા છે કે આ ઉપાયથી લાંબા સમયથી ચાલી આવતી આર્થિક તંગી અને દેવામાંથી મુક્તિ મળે છે.

તિજોરીમાં સ્થિર લક્ષ્મીના વાસ માટેનો ઉપાય:

નવરાત્રીના કોઈપણ શુભ દિવસે ૭, ૯ અથવા ૧૧ પીળી કોડી લઈને તેને ગંગાજળથી શુદ્ધ કરો. લાલ કપડામાં આ કોડીઓ મૂકીને માતાજીની મૂર્તિ સમક્ષ સ્થાપિત કરો. વિધિવત્ પૂજન બાદ મા લક્ષ્મીના મંત્રોનો (જેમ કે ‘ૐ શ્રીં હ્રીં ક્લીં મહાલક્ષ્મયૈ નમઃ’) યથાશક્તિ જાપ કરો. પૂજા પૂર્ણ થયા બાદ આ લાલ પોટલીને પોતાની તિજોરી, લોકર અથવા ધન રાખવાના સ્થાન પર મૂકી દો. જો પીળી કોડી ન મળે, તો સામાન્ય સફેદ કોડીને હળદરવાળી કરીને પણ આ ઉપાય કરી શકાય છે. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની અછત સર્જાતી નથી.

આ સમાચાર શેર કરો