મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

મિથુન રાશિના જાતકોને કામમાં સાનુકૂળતા રહે, જાણો તમારું 25 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશના કામ રહે. વૃષભ : આપના કામ

મિથુન રાશિના જાતકોને કામમાં સાનુકૂળતા રહે, જાણો તમારું 25 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશના કામ રહે.

વૃષભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવવાથી આવક જણાય. લાભ થાય.

મિથુન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી રાહત રહે. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા રહે.

કર્ક : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. સાસરીપક્ષે મોસાળપક્ષે ચિંતા-ખર્ચ જણાય.

સિંહ : સીઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો મળી રહે. આપના કાર્યમાં સંતાનનો સહકાર મળી રહેતાં આનંદ અનુભવાય.

કન્યા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગ - મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા રહે.

તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામ અંગે મુલાકાત થઈ શકે.

વૃશ્ચિક : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. ખર્ચ જણાય.

ધન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવતા રાહત રહે.

મકર : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

કુંભ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું.

આ સમાચાર શેર કરો