Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Horoscope for September 03: Aries to Pisces Know what today's day will be like

03 સપ્ટેમ્બરનું રાશિફળ: મેષથી મીન સુધી જાણો આજનો દિવસ કેવો રહેશે

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
03 સપ્ટેમ્બરનું રાશિફળ: મેષથી મીન સુધી જાણો આજનો દિવસ કેવો રહેશે
સોર્સ : gstv

મેષ : આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો. ધંધામાં આવક જણાય. કામનો ઉકેલ આવતો જાય.

App Store

વૃષભ : આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. રાજકીય-સરકારી કામ થઈ શકે.

મિથુન : આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. કોર્ટ-કચેરીના પ્રશ્ને આપે ધીરજ અને શાંતિથી કામ લેવું.

કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય.

સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.

કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈ-ભાંડુનો સહકાર મળી રહે.

તુલા : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સાચવવું.

વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

ધન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું.

મકર : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

કુંભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે. ઘર-પરિવારની ચિંતા જણાય.

મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.