મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

દિવાળી પર્વમાં તિથિઓની મોટો ફેરફાર: 5 નવેમ્બરથી શરૂ થશે રોશનીનો ઉત્સવ, જાણો કયા દિવસે ઉજવાશે કયો તહેવાર

દિવાળી પર્વમાં તિથિઓની મોટો ફેરફાર: 5 નવેમ્બરથી શરૂ થશે રોશનીનો ઉત્સવ, જાણો કયા દિવસે ઉજવાશે કયો તહેવાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સપ્તાહ પછી પાંચમી નવેમ્બરથી દિપાવલિ પર્વ શ્રૃંખલાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ દરેક તહેવારની તિથિ બે-બે દિવસમાં આવતી હોવાથી આ વર્ષે પણ દિવાળી પછી તુરંત નૂતન વર્ષને બદલે ધોકો આવશે. આ દરમિયાન મંદી, મોંઘવારી અને નાણાભીડ વચ્ચે બજારમાં પર્વલક્ષી ચીજવસ્તુઓની ખરીદીનો ધમધમાટ શરૂ થતા તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

નવરાત્રિથી જ એક તહેવાર બે દિવસમાં આવતો હોત તેવી સ્થિતિ છે. જેમ કે આઠમનો હવન બે દિવસ થયો અને દશેરા પણ ગુજરાતમાં 20મી ઓક્ટોબરના રોજ ઉજવાયાને બંગાળી દુર્ગા મહોત્સવ મુજબ 21મી ઓક્ટોબરના ઉજવાયા હતા. આ જ રીતે શરદ પુનમ પણ ગત રવિવારે ઉજવાય જે સોમવાર સવાર સુધી હતી. આ સિલસિલો દિવાળી તહેવારોમાં પણ જારી છે.

દિપાવલિના 7 પર્વોની માળા

(1) પાંચમી નવેમ્બર એકાદશી સાથે વાકબારસ (સરસ્વતી પૂજા) તેમજ વસુબારસ (ગૌપૂજા)નો તહેવાર છે.
(2) છઠ્ઠી નવેમ્બરના રોજ નતેરસ અને ધનતેરસ પૂજનનો છે, જેમાં તેરસની તિથિ છઠ્ઠી નવેમ્બરના સવારે 10:30 વાગ્યે શરૂ થઈ સામતમી નવેમ્બરના 10:47 વાગ્યા સુધી છે એટલે કે રાત્રિ-સાયંકાળ પૂજન છઠ્ઠી નવેમ્બરના સાંજે 6 પછી ઉત્તમ ગણાય છે.
(3) કાળી ચૌદશનું પર્વ સાતમી નવેમ્બરના રોજ ઉજવાશે જે હનુમાનજી અને કાલી માતાને સમર્પિત હોય છે. આ દિવસે શનિવારનો ઉત્તમ સંયોગ પણ રચાયો છે.
(4) આઠમી નવેમ્બરના રોજ દિપાવલી, લક્ષ્મીપૂજા, ચોપડાપૂજન ઉજવાશે અને આ જ દિવસે નર્ક ચતુર્દશી પણ ઉજવાશે.
(5) નવમી નવેમ્બરના રોજના પડતર દિવસ જે દિવાળી દેવપૂજા અને દિવાળી સ્નાન તરીકે ઉજવાશે.
(6) 10મી નવેમ્બરના રોજ મંગળવારે સાલમુબારક કે રામરામ કહીને એકબીજાને શુભેચ્છા આપવાનું પર્વ નૂતન વર્ષ કે બેસતું વર્ષ અને આ દિવસે ગોવર્ધન પૂજા, અન્નકૂટ, બલિ પ્રતિપ્રદા ઉજવાશે.
(7) 11મી નવેમ્બરના રોજ ભાઈબહેનનો પરમપવિત્ર તહેવાર ભાઈબીજ, તેમજ યમ દ્વિતીયાનું પર્વ ઉજવાશે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો