મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

વૃષભ અને કર્ક રાશિના જાતકોએ જોખમ લેવાનું ટાળવું, જાણો અન્ય રાશિના જાતકોનું 25 સપ્ટેમ્બરનું રાશિફળ

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. વૃષભ

વૃષભ અને કર્ક રાશિના જાતકોએ જોખમ લેવાનું ટાળવું, જાણો અન્ય રાશિના જાતકોનું 25 સપ્ટેમ્બરનું રાશિફળ

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

વૃષભ : આપના કાર્યની સાથે બીજુ કોઈ કામ આવી જવાથી અન્ય સહકર્મીનું કામ આવી જવાથી આપના કાર્યભારમાં વધારો થાય.

મિથુન : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતાં રાહત જણાય. પરદેશના કામ અંગે મુલાકાત થઇ શકે.

કર્ક : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.

સિંહ : આપના યશ-પદ ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.

કન્યા : આપના કામમાં સાનુકૂળતા જણાય. કૌટુંબિક - પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. આનંદ અનુભવાય.

તુલા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન- મુલાકાતમાં સાનુકુળતા રહે.

વૃશ્ચિક : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાભીડ જણાય.

ધન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ જણાય.

મકર : દિવસ દરમ્યાન આપે સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવાનું બને અને જમીન - મકાન - વાહનના કામકાજ થઇ શકે.

કુંભ : દેશ- પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુવર્ગનો સહકાર મળી રહે.

મીન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. સામાજિક વ્યવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં. વાહન ધીરે ચલાવવું.

આ સમાચાર શેર કરો