તુલા રાશિના જાતકોને આર્થિક લાભના સંકેત, જાણો તા.02 સપ્ટેમ્બરનું રાશિફળ

મેષ : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. સ્વાસ્થ્યની અસ્વસ્થતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
વૃષભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. પરંતુ વાણીની સંયમતા રાખવી.
મિથુન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.
કર્ક : આપને નોકર-ચાકરવર્ગની મુશ્કેલી અનુભવાય. યાત્રા-પ્રવાસમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ જણાય.
સિંહ : સામાજિક-વ્યવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. નાંણાકીય લેવડ-દેવડમાં આપે ધ્યાન રાખવું પડે.
કન્યા : માનસિક પરિતાપ-વ્યગ્રતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. વિચારોની દ્વિધા-અસમંજસતા અનુભવાય.
તુલા : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવુ પડે.
વૃશ્ચિક : સંતાનના પ્રશ્ને આપને ચિંતા-પરેશાની રહે. વાણીની સંયમતા રાખીને કામકાજ કરી લેવું. ઉતાવળ ન કરવી.
ધન : આપના કામકાજમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. જમીન-મકાન-વાહનની લે-વેચમાં આપે ઉતાવળ ન કરવી.
મકર : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. પરદેશના કામમાં આપે ધીરજથી કામ લેવું.
કુંભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારી ચિંતા રહે.
મીન : સાંસારિક જીવનમાં વાદ-વિવાદથી સંભાળવું પડે. પત્નીના આરોગ્યની ચિંતા જણાય. માનસિક પરિતાપ અનુભવાય.

