આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં થશે લાભ, 29 ઓક્ટોબર 2026, ગુરૂવારનું રાશિફળ

મેષ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા રહે. કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં આવક જણાય.
વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. રાહત થતી જાય. રાજકીય-સરકારી કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે.
મિથુન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી આવ્યા કરે. ધાર્યા પ્રમાણે કામ થઈ શકે નહીં. કોર્ટ-કચેરીના કામમાં સંભાળવું પડે.
કર્ક : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કાર્યની કદર- પ્રસંશા થવાથી આનંદ રહે.
સિંહ : દિવસ દરમ્યાન આપને દોડધામ- શ્રમ રહ્યા કરે. ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ- મિત્ર વર્ગના કામમાં વ્યસ્તતા રહે.
કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું આયોજન થાય. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામકાજમાં પ્રતિકૂળતા રહે.
વૃશ્વિક : સંસ્થાકીય કામ અંગે, જાહેર ક્ષેત્રના કામ અંગે આપને દોડધામ જણાય. આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે.
ધન : સીઝનલ ધંધામાં માલનો વધુ ભરાવો કરી રાખવો નહીં. નાણાંકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.
મકર : આપની બુદ્ધિ, અનુભવ, આવડત, મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ રહે.
કુંભ : આપ હરો-ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ ન કરવી.
મીન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.




