મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe: દાળમાં ઉમેરો આ શાકભાજી: એક જ વાટકીમાં મળશે પ્રોટીન અને વિટામિન્સનો ડબલ ડોઝ!

દાળ ભારતીય રસોઈનો મુખ્ય હિસ્સો છે અને લગભગ દરેક ઘરમાં દરરોજ બને છે. તે પ્રોટીન, ફાઈબર અ

Recipe: દાળમાં ઉમેરો આ શાકભાજી: એક જ વાટકીમાં મળશે પ્રોટીન અને વિટામિન્સનો ડબલ ડોઝ!
આ સમાચાર સાંભળો

દાળ ભારતીય રસોઈનો મુખ્ય હિસ્સો છે અને લગભગ દરેક ઘરમાં દરરોજ બને છે. તે પ્રોટીન, ફાઈબર અને અનેક જરૂરી પોષકતત્વોનો સ્રોત છે. પરંતુ જો દાળમાં અમુક શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે, તો તેનો સ્વાદ પણ વધે છે અને પોષણ પણ અનેકગણું વધી જાય છે. ખાસ વાત એ છે કે, એક જ વાટકીમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરનું શાનદાર સંતુલન મળી રહે છે.

જો તમે પણ રોજની સાદી દાળ ખાઈને કંટાળ્યા હોવ, તો આ ૪ શાકભાજી દાળમાં ઉમેરીને ચોક્કસ ટ્રાય કરો:

1. દૂધી અને મગની દાળ

દૂધી હલકી, પચવામાં સરળ અને પાણીથી ભરપૂર હોય છે. તેને મગની દાળ સાથે રાંધવાથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન તૈયાર થાય છે. ઉનાળામાં આ કોમ્બિનેશન શ્રેષ્ઠ માનવામાં આવે છે.

રીત: કુકરમાં મગની દાળ, સમારેલી દૂધી, હળદર, મીઠું અને પાણી નાખીને બાફી લો. ત્યારબાદ જીરું-હિંગનો વઘાર કરો. દૂધીને ચણાની દાળ સાથે પણ બનાવી શકાય છે.

2. પાલક અને તુવેરની દાળ (દાળ-પાલક)

પાલક આયર્ન, કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. તુવેરની દાળ સાથે પાલકનો મેળ સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે ઉત્તમ છે.

રીત: તુવેરની દાળ બાફી લો, તેમાં સમારેલી પાલક નાખી થોડીવાર ઉકાળો. છેલ્લે લસણ અને જીરાનો વઘાર કરવાથી તેનો સ્વાદ ખીલી ઉઠશે.

3. મેથી અને ચણાની દાળ

મેથી ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. ચણાની દાળ સાથે તેનો સ્વાદ લાજવાબ લાગે છે.

રીત: ચણાની દાળને પલાળીને બાફી લો. ત્યારબાદ તેમાં સમારેલી મેથી ઉમેરી મસાલા સાથે ધીમી આંચ પર ચઢવા દો. આ દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

4. કોળું અને તુવેરની દાળ

કોળું (કદ્દૂ) મીઠા સ્વાદવાળો પૌષ્ટિક વિકલ્પ છે. તુવેરની દાળ સાથે તે ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને પણ ભાવે છે.

રીત: તુવેરની દાળ સાથે કોળાના ટુકડા નાખી કુકરમાં ૨ સીટી વગાડી લો. ઉપરથી રાઈ અને મીઠા લીમડાનો વઘાર આપો. આ દાળ પેટ માટે ખૂબ જ હળવી અને ગુણકારી છે.

શા માટે આ કોમ્બિનેશન ફાયદાકારક છે?

દાળમાં પ્રોટીન હોય છે, જ્યારે શાકભાજીમાં વિટામિન, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર હોય છે. બંનેને ભેગા કરીને ખાવાથી એક સંતુલિત ભોજન તૈયાર થાય છે, જે પેટ ભરવાની સાથે શરીરને ઉર્જા પણ આપે છે. સ્વાદ બદલવા અને પોષણ વધારવા માટે આ એક સરળ અને હેલ્ધી રીત છે.

આ સમાચાર શેર કરો