મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe: પાચન સુધારો અને ગરમીમાં મેળવો રાહત, ઘરે બનાવો ઢાબા સ્ટાઇલ મસાલેદાર વઘારેલી છાશ!

ઉનાળામાં છાશ પીવાથી માત્ર શરીરને ઠંડક જ નથી મળતી, પરંતુ પાચન પણ ઉત્તમ રહે છે. ખાસ કરીને કાળઝાળ ગરમી અને લૂ વચ્ચે

Recipe: પાચન સુધારો અને ગરમીમાં મેળવો રાહત, ઘરે બનાવો ઢાબા સ્ટાઇલ મસાલેદાર વઘારેલી છાશ!
આ સમાચાર સાંભળો

ઉનાળામાં છાશ પીવાથી માત્ર શરીરને ઠંડક જ નથી મળતી, પરંતુ પાચન પણ ઉત્તમ રહે છે. ખાસ કરીને કાળઝાળ ગરમી અને લૂ વચ્ચે 'વઘારેલી છાશ' શરીર માટે અમૃતથી ઓછી નથી. આ માત્ર એક પરંપરાગત પીણું નથી, પરંતુ શરીરને અંદરથી ઠંડુ રાખવાની અને લૂથી બચવાની એક કુદરતી રીત છે.

અવારનવાર રેસ્ટોરન્ટ કે ઢાબા પર મળતી ચટાકેદાર અને સુગંધિત છાશ ઘરે બનાવવી અશક્ય લાગે છે. પરંતુ જો તમે યોગ્ય મસાલા અને વઘારનો ઉપયોગ કરો, તો ઘરે જ ઢાબા જેવો સ્વાદ મેળવી શકાય છે. આ વઘારેલી છાશ તમારા ભોજનનો સ્વાદ બમણો કરશે અને એસિડિટી જેવી સમસ્યામાં રાહત આપી તમને આખો દિવસ તાજગીનો અનુભવ કરાવશે.

ઉનાળામાં છાશ પીવાના અદભુત ફાયદા

હાઈડ્રેશન: તે શરીરનું તાપમાન તાત્કાલિક ઘટાડે છે અને શરીરમાં પાણીની કમી થવા દેતી નથી.

પાચનમાં મદદરૂપ: છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ અને મસાલા (જેમ કે જીરું અને હિંગ) એસિડિટી અને ગેસની સમસ્યા દૂર કરે છે.

પોષકતત્વો: તેમાં વિટામિન્સ, કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.

વજન ઘટાડવામાં: ઓછી કેલરી હોવાને કારણે તે વજન ઘટાડવા માંગતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

સામગ્રી

  • તાજું દહીં: 2 કપ
  • ઠંડુ પાણી: 3-4 કપ
  • સંચળ (કાળું મીઠું): સ્વાદ મુજબ
  • લીલા ધાણા અને ફુદીનો: ઝીણા સમારેલા
  • શેકેલું જીરું પાવડર: 1 ચમચી
  • વઘાર માટે: 1 ચમચી ઘી, અડધી ચમચી રાઈ, મીઠો લીમડો, એક ચપટી હિંગ અને 1 આખું સૂકું લાલ મરચું.

ઢાબા સ્ટાઇલ વઘારેલી છાશ બનાવવાની રીત

  • એક મોટા વાસણમાં દહીં લો અને તેને રવૈયાથી (મથની) બરાબર વલોવી લો. હવે તેમાં ઠંડુ પાણી ઉમેરી ફરીથી વલોવો જેથી ઉપર સરસ ફીણ આવે.
  • હવે તેમાં સંચળ, શેકેલું જીરું પાવડર અને ઝીણા સમારેલા ધાણા-ફુદીનો ઉમેરો.
  • એક નાની વઘારિયામાં ઘી ગરમ કરો. તેમાં રાઈ નાખો, જ્યારે રાઈ તતડવા લાગે ત્યારે હિંગ, મીઠો લીમડો અને સૂકું લાલ મરચું ઉમેરો.
  • આ ગરમાગરમ વઘારને તૈયાર છાશમાં નાખો અને તરત જ ઢાંકણ ઢાંકી દો, જેથી વઘારની બધી જ સુગંધ છાશમાં ભળી જાય.
  • છેલ્લે બરફના ટુકડા નાખી ઠંડી-ઠંડી છાશ સર્વ કરો. લંચમાં રોટલી-શાક સાથે આ છાશ પીવાથી ભોજન પચવામાં સરળ રહે છે અને સ્વાદિષ્ટ લાગે છે.

આ સમાચાર શેર કરો