અમદાવાદ : ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલાસ્મૃતિ આયોજિત37મી એકાંકી નાટ્યસ્પર્ધાના ફાઈનલ રાઉન્ડનું પદ્મશ્રી તુષાર શુક્લના હસ્તે ઉદ્ઘાટન
ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલાસ્મૃતિ દ્વારા આયોજિત 37મી એક

ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલાસ્મૃતિ દ્વારા આયોજિત 37મી એકાંકી નાટ્યસ્પર્ધાના ફાઈનલ રાઉન્ડનું આજે 7 ફેબ્રુઆરીએ બોડકદેવ સ્થિત પંડિત દીનદલાય ઓડિટોરિયમ ખાતે પદ્મશ્રી તુષાર શુક્લ તેમજ અન્ય ગણમાન્ય મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 7-8-9 ફેબ્રુઆરી ત્રણ દિવસ ચાલનારા આ ફાઈનલ રાઉન્ડમાં કોલેજ કેટેગરીના 6 અને નોનકોલેજ કેટેગરીના 3 એમ કુલ 9 એકાંકી નાટકો ભજવાશે. 9 ફેબ્રુઆરીના રોજ જાણીતા ગુજરાતી અભિનેત્રી વંદના પાઠકના હસ્તે વિજેતા નાટકટીમને ઈનામ વિતરણ કરવામાં આવશે.
37મી એકાંકી નાટ્યસ્પર્ધાના ત્રણ દિવસ ચાલનારા ફાઈનલ રાઉન્ડનું શેડ્યુઅલ આ મુજબ છે :
07/02/2025 - પ્રથમ દિવસ - કોલેજ કેટેગરી
- 8 કલાકે - નિવારણ : GLS યુનિવર્સિટી - FOC
- 9 કલાકે - ધ અધર્સ ડે : સેન્ટ ઝેવિયર્સ કોલેજ
- 10 કલાકે - મૃત્યુ: એક અભિનેતાનું : ગુજરાત આર્ટસ અને સાયન્સ કોલેજ
08/02/2025 - બીજો દિવસ - કોલેજ કેટેગરી
- 9 કલાકે - પનુ-દે-જેઠી: જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ. પી. દેસાઈ કોમર્સ કોલેજ
- 10 કલાકે - માણસ : ફેકલ્ટી ઓફ કોમર્સ, GLS યુનિવર્સિટી
- 11 કલાકે - ભિખારીનો વેશ : જે.જી. કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ
09/02/2025 - ત્રીજો દિવસ - નોન કૉલેજ કેટેગરી
- 7 કલાકે - ભૂધન : રંગમ થિયેટર
- 8 કલાકે - એક ટીપું સૂરજનું : આર્ય સાગર - કરણ પટેલ
- 9 કલાકે - સીમાંતે - પંકજ લીંબાચિયા
અતિથિ વિશેષ જાણીતા અભિનેત્રી વંદના પાઠકની ઉપસ્થિતિમાં પારિતોષિક વિતરણ સમારંભ રાતે 10:30 વાગ્યાથી.
નોંધ : આ તમામ નાટકો નક્કી કરેલા સમય અનુસાર GSTVની યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@GSTVNEWS પર લાઈવ નિહાળી શકશો.




