રજા માંગતા સ્ટાફ સાથે, બેંક અધિકારીએ કરેલું વર્તન જોઈ તમને પણ આવશે ગુસ્સો!
UCO Bankના એક અધિકારી વિરુદ્ધ સ્ટાફ સાથે ગેરવર્તણૂક

UCO Bankના એક અધિકારી વિરુદ્ધ સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવો આરોપ છે કે જ્યારે સ્ટાફના એક સભ્યની માતા આઈસીયુમાં હતી, ત્યારે અધિકારીએ તેમને રજા આપતા પહેલા તેમના પરત આવવાની પુષ્ટિ માંગી હતી.
"દરેકની માતા મૃત્યુ પામે છે, આવું વર્તન ન કરો."
UCO Bankના એક અધિકારીએ કર્મચારીના રજા માંગતી વખતે આ નિવેદનો આપ્યા હોવાના અહેવાલ છે. કંટાળીને, એક બેંક કર્મચારીએ UCO Bankના ટોચના મેનેજમેન્ટને અધિકારીની "અસંવેદનશીલતા" અંગે ફરિયાદ કરી. ફરિયાદ કરેલ ઇમેઇલનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. UCO Bankના અધિકારી પર આરોપ છે કે, તેઓ તેમના ગૌણ અધિકારીઓ સાથે "કર્મચારી" ને બદલે "ગુલામ" અથવા "નોકર" જેવો વ્યવહાર કરે છે.
ઈમેલમાં, એક કર્મચારીએ ચેન્નાઈ ઝોનના ઝોનલ વડા એ એસ અજિત સામે ફરિયાદ કરી. તેમણે આરોપ લગાવ્યો કે ઝોનલ વડાએ "ભય અને દબાણનું વાતાવરણ" બનાવ્યું છે. ફરિયાદ કરનાર કર્મચારીએ ઝોનલ વડાને "સરમુખત્યારશાહી, અપમાનજનક અને અસંવેદનશીલ" ગણાવ્યા.
લોકોએ સોશિયસ મીડિયા પર કરી ટીકા
લોકો સોશિયલ મીડિયા પર ઝોનલ વડાની ટીકા કરી રહ્યા છે. ઘણા વપરાશકર્તાઓએ તેમની પોસ્ટમાં ભારતીય રિઝર્વ બેંક, નાણાકીય સેવાઓ વિભાગ અને નાણા મંત્રાલયને ટેગ કર્યા છે. તેમણે સરકારી નિયમનકારોને હસ્તક્ષેપ કરવા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. UCO Bank કે તેની ચેન્નાઈ ઝોનલ ઓફિસે આ આરોપો અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.






