BANK JOB / ઈન્ડિયન બેંકમાં નીકળી સ્પેશિયાલિસ્ટ ઓફિસરની વેકેન્સી, આ છે અરજી કરવાની છેલ્લી તારીખ

સરકારી નોકરીઓ ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઈન્ડિયન બેંકે 171 સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો 13 ઓક્ટોબર સુધી બેંકની સત્તાવાર વેબસાઈટ, indianbank.in પર જઈને અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી.
આ ભરતી અભિયાન દ્વારા ચીફ મેનેજર (ઈન્ફર્મેશન ટેકનોલોજી) માટે 10 જગ્યાઓ, સિનિયર મેનેજર (ઈન્ફર્મેશન ટેકનોલોજી) માટે 25 જગ્યાઓ, મેનેજર (ઈન્ફર્મેશન ટેકનોલોજી) માટે 20 જગ્યાઓ અને સિનિયર મેનેજર (ઈન્ફર્મેશન સિક્યુરિટી) માટે 15 જગ્યાઓનો સમાવેશ થાય છે. અરજી કરતા પહેલા આ ભરતી અભિયાન અંગેની વિગતો જાણી લો.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
ચીફ મેનેજર (ઈન્ફર્મેશન ટેકનોલોજી) ની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો પાસે CS/IT/ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટેશનમાં 4 વર્ષની એન્જિનિયરિંગ ડિગ્રી હોવી આવશ્યક છે. અરજદારોની ઉંમર 28થી 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અન્ય જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા માટે ઉમેદવારો નોટિફિકેશન ચેક કરી શકે છે.
અરજી ફી કેટલી છે?
SC, ST અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોએ 175 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. અન્ય કેટેગરીના ઉમેદવારો માટે, અરજી ફી 1,000 રૂપિયા છે.
અરજી કેવી રીતે કરવી?
- ઈન્ડિયન બેંકની સત્તાવાર વેબસાઈટ, indianbank.in ની મુલાકાત લો.
- હોમ પેજમાં નીચે કરિયર ટેબ પર ક્લિક કરો.
- હવે SO અરજી લિંક પર ક્લિક કરો.
- આ પછી રજીસ્ટ્રેશન કરો અને ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષામાં અંગ્રેજી ભાષા, તર્ક અને માત્રાત્મક યોગ્યતા સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થશે. કુલ 160 પ્રશ્નો પૂછવામાં આવશે.

