ચેતજો: મોમોઝ ખાધા બાદ મહિલાનું મોત, 15 લોકોને પણ થયું ફૂડ પોઈઝનિંગ
દિલ્હી-એનસીઆર સહિત તમામ મોટા શહેરોમાં મોમોઝનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. બાળકો હોય કે વૃદ્ધ દરેકનો મોમોઝનો ચસકો લાગ્યો છે. પરંતુ

દિલ્હી-એનસીઆર સહિત તમામ મોટા શહેરોમાં મોમોઝનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. બાળકો હોય કે વૃદ્ધ દરેકનો મોમોઝનો ચસકો લાગ્યો છે. પરંતુ હૈદરાબાદમાં એક સ્ટ્રીટ વેન્ડરના મોમોઝ ખાવાથી એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 15 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે.
હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં રેશ્મા બેગમ અને તેની 12 અને 14 વર્ષની પુત્રીઓએ શુક્રવારે ખૈરતાબાદમાં એક સ્ટ્રીટ વેન્ડર પાસેથી મોમોઝ ખરીદ્યા હતા. જે ખાધા બાદ તેઓને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને ઉલ્ટી થવા લાગી હતી. જે બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના બાળકો હજુ સારવાર હેઠળ છે. તેમ પોલીસે જણાવ્યું છે.
આ પણ વાંચો: ખુશખબર! દિવાળી પહેલા પેટ્રોલની કિંમતમાં થઈ શકે છે મોટો ઘટાડો, પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત
તપાસમાં સામે આવ્યું છે કે વ્યક્તિ કોઈપણ ખાદ્ય સુરક્ષા લાયસન્સ વિના મોમોઝ વેચતો હતો. મોમોઝ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા લોટને કોઈપણ પેકિંગ વગર રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યો હતો. ખાદ્ય વિક્રેતા પાસેથી ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મોમોઝમાં શું ઉમેરવામાં આવ્યું હતું જેના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હતું.પોલીસે મોમોઝનો સ્ટોલ ચલાવતા બે લોકોની અટકાયત કરી
રેશ્મા બેગમના પરિવાર તરફથી કરવામાં આવેલી પોલીસ ફરિયાદ બાદ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ અને પોલીસે મોમોઝનો સ્ટોલ ચલાવતા બે લોકોની અટકાયત કરી છે.






