મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ રમેશ બિધુડીની ટિકિટ છિનવાઈ જશે? ભાજપ લઈ શકે છે મોટો નિર્ણય

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ રમેશ બિધુરીને કાલકાજી સીટ પરથી દિલ્હી

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ રમેશ બિધુડીની ટિકિટ છિનવાઈ જશે? ભાજપ લઈ શકે છે મોટો નિર્ણય

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ રમેશ બિધુરીને કાલકાજી સીટ પરથી દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ ટિકિટ મળ્યાના બીજા દિવસથી જ સતત પોતાના નિવેદનોથી ચર્ચામાં છે. બિધુડીએ પહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને પછી આતિશી વિરુદ્ધ કરવામાં આવી રહેલી વાંધાજનક ટિપ્પણીથી મુખ્ય ચુંટણી અધિકારી પણ લાલઘૂમ છે.

આ પણ વાંચોઃ 'મને હવે કોઇ પૂછતું પણ નથી', મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કોંગ્રેસથી નારાજ

રાજીવ કુમારે મતદારોને મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરાવનારાઓને પાઠ ભણાવવા કહ્યું છે. જેના કારણે હવે ભાજપ પણ અસમંજસમાં છે. એવી ચર્ચા છે કે પાર્ટી બિધુરી પર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે, જેના માટે મંથન ચાલી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ બિધુરીની જગ્યાએ કોઈ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે.

બિધુરી ગુર્જર સમુદાયના મોટા નેતા

બીજેપી પાર્ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિધુરીના નિવેદન બાદ સંગઠન દ્વારા બે મિટિંગો પણ કરવામાં આવી છે. જેમાં પૂર્વ સાંસદને અન્ય કોઈ સીટ પર મોકલવાની અથવા ટિકિટ રદ્દ કરવાની શક્યતા પર ચર્ચા કરવામાં આવી છે. દક્ષિણ દિલ્હીના બે વખતના સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બિધુરી ગુર્જર સમુદાયના મોટા નેતા મનાય છે.

બીજેપીના એક સૂત્રને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, માત્ર આતિશી વિરુદ્ધ જ નહીં પરંતુ પ્રિયંકા ગાંધી વાડ્રા પર બિધુડીએ આપેલા નિવેદન બાદ જેપી નડ્ડાએ પણ તેમને ઠપકો આપ્યો હતો. હવે મિટિંગોના દોર બાદ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી કાલકાજી બેઠક ઉપર બિધુરીના સ્થાને અન્ય કેટલીક મહિલા ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જો કે, તે હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. બિધુરીના નિવેદન અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ રાજકીય પક્ષોને મહિલાઓ વિરુદ્ધ આવા નિવેદનો કરવા સામે ચેતવણી આપી હતી.

નિવેદન બાબતે રમેશ બિધુરીએ ખેદ વ્યક્ત કર્યો હતો

પ્રિયંકા ગાંધી વિશેના તેમના નિવેદન બાબતે રમેશ બિધુરીએ ખેદ વ્યક્ત કર્યો હતો, પરંતુ આતિશી વિશે જે કહ્યું તેને આમ આદમી પાર્ટીએ મોટો મુદ્દો બનાવી દીધો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આતિશી પોતે પણ રડી પડી હતી. AAP કહી રહી છે કે બિધુરીએ માત્ર આતિશીનું જ નહીં પરંતુ દિલ્હીની મહિલાઓનું પણ અપમાન કર્યું છે અને આનો જવાબ ચૂંટણીમાં દિલ્હીના લોકો આપશે. 10 વર્ષની એન્ટિ ઈન્કમ્બસી સામે ઝઝૂમી રહેલી AAPને જ્યાં ભાજપ ખરાબ રસ્તાઓ, ગંદા પાણી પુરવઠા અને ગટર જેવી સ્થાનિક સમસ્યાઓ મુદ્દે ઘેરી રહી હતી ત્યારે બિધુરીએ વિવાદાસ્પદ નિવેદનો આપીને AAPને આક્રમક બનવાની વધુ એક તક આપી છે.

આ સમાચાર શેર કરો