મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એકનાથ શિંદે ફરી મુખ્યમંત્રી બનશે? ફડણવીસ સરકારના મંત્રીના દાવા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના

એકનાથ શિંદે ફરી મુખ્યમંત્રી બનશે? ફડણવીસ સરકારના મંત્રીના દાવા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે સબંધોમાં ટકરાવ જોવા મળી રહ્યો છે. સત્તા પર રહેલ મહાયુતિ ગઠબંધનમાં સામેલ બન્ને પક્ષ એક બીજાના નેતાઓએ પોતાની પાર્ટીમાં સામેલ કરી રહ્યા છે જેને કારણે બન્ને પક્ષ વચ્ચે ટકરાવની સ્થિતિ છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો મોટો દાવો

આ વચ્ચે રાજ્ય સરકારમાં શિવસેના કોટાના મંત્રી દાદા ભુસેએ કહ્યું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે એવા CM રહી ચુક્યા છે જે લોકોના દિલમાં વસે છે. જલ્દી જ લોકો તેમણે ફરી રાજ્યનું નેતૃત્ત્વ કરતા જોશે.

એકનાથ શિંદે ફરી મહારાષ્ટ્રનું નેતૃત્ત્વ કરશે: ભૂસે

નંદુબારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એક રેલીને સંબોધતા કહ્યું કે, સ્કૂલના શિક્ષણ મંત્રીએ કહ્યું કે આજે પણ જો તમે લોકોને પૂછશો કે તેમના દિલમાં ક્યો મુખ્યમંત્રી છે, તો તે કહેશે કે એકનાથ શિંદે છે.

ભૂસેએ દાવો કર્યો કે ચિંતા ના કરો, જે નસીબમાં લખ્યુ છે, આપણે ફરી એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નેતૃત્ત્વ કરતા જોઇશું.દાદા ભૂસેએ દાવો કર્યો કે શિંદે એક એવા મુખ્યમંત્રી હતા જે મોડી રાત સુધી તમામને મળતા હતા અને 20થી 22 કલાક કામ કરતા હતા.

શિંદેએ 2020માં કર્યો હતો બળવો

મહત્ત્વપૂર્ણ છે કે એકનાથ શિંદેએ વર્ષ 2022માં બળવો કર્યો હતો તે બાદ ઉદ્ધવ ઠાકરેની મહા વિકાસ અઘાડી સરકાર તૂટી ગઇ હતી અને શિવસેનામાં તિરાડ પડી હતી. 2022થી 2024 સુધી એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા.

મહત્ત્વપૂર્ણ છે કે 2024 વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે શિંદેની જગ્યા લીધી હતી. રાજ્યની મહાયુતિ સરકારમાં એકનાથ શિંદેને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો