ચૂંટણી જાહેર થતાં જ ખેલા શરૂ! ચિરાગ પાસવાન PK સાથે ગઠબંધન કરશે? NDAનું ટેન્શન વધ્યું
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. NDAમાં હાલ સીટ વ

બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. NDAમાં હાલ સીટ વહેંચણી અંગે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિરાગ પાસવાને પ્રશાંત કિશોરની પાર્ટીનો સંપર્ક કર્યો છે. ચિરાગના આ પગલાને પ્રેશર પોલિટિક્સ માનવામાં આવી રહ્યું છે. ચિરાગ NDA ગઠબંધનમાં વધુ બેઠકોની માંગ કરી છે. એલજેપી (આર)ના સૂત્રો કહે છે કે તેમના માટે દરવાજા ખુલ્લા છે.
બિહાર ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન બેઠક વહેંચણી અંગે NDA સાથી પક્ષો સાથે સતત વાટાઘાટો કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, NDA આગામી એક-બે દિવસમાં બેઠક વહેંચણીની જાહેરાત કરી શકે છે. ચિરાગ પાસવાનની પાર્ટીની ગુગલીથી બિહારમાં NDAની મુશ્કેલીઓ વધી ગઈ છે. સૂત્રો કહે છે કે ચિરાગ પાસવાન 25-30 બેઠકો લેવા માટે અડગ છે.
ચિરાગના LJP (આર)ના આ નવા દાવથી હવે બિહારમાં NDA પર દબાણ આવશે તે નિશ્ચિત છે. નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ પ્રશાંત કિશોરે ચિરાગ પાસવાનની ઘણી વખત પ્રશંસા કરી હતી. ચિરાગની પાર્ટીના આ નવા દાવથી બિહારમાં રાજકારણ ગરમાયું છે. ચિરાગ પાસવાને 2020ની વિધાનસભા ચૂંટણી પણNDAથી અલગ થઈને સ્વતંત્ર રીતે લડી હતી. ચિરાગની પાર્ટીએ ગત ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ NDAના સહયોગી JDUને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.
આ વખતે પણ ચિરાગની પાર્ટીએ અલગ રસ્તો અપનાવવાનો સંકેત આપીને NDAની મુશ્કેલી વધારી છે. એવું માનવામાં આવે છે કે એનડીએ હવે આ મુદ્દાને શક્ય તેટલી ઝડપથી ઉકેલવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 121 બેઠકો માટે 6 નવેમ્બરે મતદાન થશે. બીજા તબક્કામાં 122 બેઠકો માટે 11 નવેમ્બરે મતદાન થશે. પરિણામો ૧૪ નવેમ્બરના રોજ આવશે.






